કોન્સ્ટેબલે એસીબીના પીઆઈ પાસે જ માંગી લાંચ, કોન્સ્ટેબલ નીકળ્યો ચાલાક

ગોંડલ મહિલા પોલીસ સ્ટેશનમાં દાખલ પરિવારના સભ્યો વિરૂધના ગુના સંદર્ભે પોલીસ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેસનમાંથી જ જામીન આપી દેવા માટે ૩૦ હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ ચાલાક કોન્સ્ટેબલને સંકા જતા છટકું નિષ્ફળ ગયું હતું. પરંતુ એસીબીએ તેની વિરુદ્ધ ગુનો નોંધીને પુરાવા એકઠા કરવાની કામગીરી હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ જામનગર એસીબી પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા એમ.ડી.પટેલ અને તેમના ઘરના સભ્યો વિરૂધ ગોંડલ મહિલા પોલીસ સ્ટેશનમાં ૪૯૮ (દહેજનો ગુનો) નોંધાયો હતો. જેમાં ફરિયાદી પીઆ અને તેમના પરિવારજનોને પોલીસ સ્ટેશનમાંથી જ જામીન મુક્ત કરીને તે જ દિવસે ૧૫૧ કરી મામલતદાર કચેરીમામં રજૂ કરવા બદલ ફરિયાદી પીઆ પાસે રૂ.૩૦,૦૦૦ ની લાંચ માંગી હતી.બીજીતરફ ફરિયાદી પીઆઈએ એસીબીમાં લાંચ માંગનારા ગોંડલ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વશરામ પી.ધરજીયા વિરૂધ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.

જેને આધારે એસીબીના અધિકારીઓએ જાળ બિછાવી હતી. પરંતુ આરોપી વશરામ ધરજીયાને શંકા જતા તે છટકામાં ફસાયો ન હતો. જોકે એસીબીએ તપાસ કરતા આરોપી કોન્સ્ટેબલે પોતાના અંગત ફૈયદા માટે રૂ.૩૦,૦૦૦ની ગેરકાયદે લાંચની માંગણી કરી હોવાનું જણાયું હતું. ઉપરાંત આ બાબતને એફએસએલના પુરાવાથી સમર્થમ મળ્યું હતું. જેને પગલે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.