વેજલપુર પોલીસ સ્ટેશન મથકે પશુ સંરક્ષણના ગુનામાં ફરાર આરોપીને ઝડપ્યો

વેજલપુર, વેજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા છેલ્લા ચાર માસથી પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ કુલ 03 ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી લીધા હતા.

પંચમહાલ જીલ્લાના વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ.એસ.એલ.કામોલને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વેજલપુર પો.સ્ટે.પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ કુલ 03 ગુનામાં આરોપી ઈમરાન મોહંમદ જમાલ ઉર્ફે તૈમુર રહે, વેજલપુર નાના મહોલ્લા રહેમાનીયા મસ્જીદ તા.કલોલ નાનો એચ.એફ. ડિલકસ મો.સા.નં.જીજે-17-બીસી-0896 તે ગોધરાથી વેજલપુર બાજુ આવી રહ્યો હોવાની બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નાંદરખા ચોકડી પાસે વોચ ગોઠવીને આરોપી આવી રહ્યો હતો. તે દરમિયાન વોચ ગોઠવી હતી. એક મોટરસાઇકલ પર માહિતી મેળવી અને પોલીસને જોઇને ભાગવા લાગ્યો હતો. તેનો પીછો કરી ઈમરાન મોહંમદ જમાલ ઉર્ફે તૈમૂર રહે.વજલપુર નાના મોહલ્લાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.