ઇસ્લામાબાદ,
પાકિસ્તાનના પુર્વ વડાપ્રધાન ઈમરાનખાને ફરી એક વખત પોતાનું દર્દ દર્શાવતા કહ્યું કે અમેરિકા ભારત જેટલી ઈજજત પાકિસ્તાનને આપતું નથી અને અમેરિકા પાકિસ્તાનના સંબંધો માલિક અને નોકર જેવા છે. બ્રિટીશ અખબારને મુલાકાતમાં ઈમરાનખાને જણાવ્યું કે ભારતની સાથે અમેરિકા ખૂબ સન્માનપૂર્વક વ્યવહાર કરે છે પરંતુ પાકિસ્તાન સાથે એવું કરતા નથી અને પાકિસ્તાનમાં સતાપલ્ટામાં પણ અમેરિકાની ભૂમિકા હોય છે.
પાકિસ્તાન હંમેશા અમેરિકાને એક પાર્ટનર તરીકે જોવા માંગે છે પરંતુ અમેરિકા પાકિસ્તાનને ગુલામ તરીકે જુએ છે અને તેના માટે પાકિસ્તાનની સરકારો જ દોષીત છે. ઉપરાંત અમેરિકામાં જે ૯/૧૧નો હુમલો થયો તેમાં પાકિસ્તાનીઓની સંડોવણી હતી અને અમેરિકા ત્યારથી જ પાકિસ્તાનને હંમેશા શંકાની નજરે જુએ છે.