અમદાવાદ દરિયાપુરમાં કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે પેડલ રીક્ષામાં જઈને ફોર્મ ભર્યુ

  • ૧૦ હજારનું ચિલ્લર લઈને ઉમેદવારી ફોર્મ ભરવા આપના ઉમેદવાર પહોંચ્યા

અમદાવાદ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાને ચાયવાલા કહે છે તો તે જ ફિલોસોફીને અનુસરતા અમદાવાદની ૫૧ દરિયાપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીનભાઈ શેખે પેડલ રિશામાં જઈ ફોર્મ ભર્યુ હતુ.

‘નફરત છોડો ભારત જોડો’ ના નારા સાથે લોકો આજે જે અસહ્ય મોંઘવારીનો સામનો કરી રહ્યા છે તેનું પ્રતિબિંબ પાડતા ગ્યાસુદ્દીનભાઈ શેખે પેડલ રીક્ષામાં જઈ ફોર્મ ભર્યુ હતુ અને કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલની સાથે ગેસના (ય્ટ્ઠજ)ના ભાવમાં જે પ્રકારનો વધારો થયો છે તે જોતાં હવે પેડલ રીક્ષા અમારા જેવા ઉમેદવારો નહી પણ સામાન્ય લોકો માટે પણ પરિવહનનું મહત્વનું સાધન બનવાની છે.

તેમની સાથે અમદાવાદ શહેર કૉંગ્રેસ પ્રમુખ નીરવભાઈ ને સાથે પ્રદેશ મંત્રી જુનેદભાઇ શૈખ દરિયાપુર વોર્ડના કાઉન્સિલર ઈમ્તિયાઝ શૈખ, સમીરાબેન માટન, માધુરીબેન કલાપી, શાહપુર વોર્ડના કાઉન્સિલર અકબરભાઈ ભટ્ટી, પૂર્વ કાઉન્સિલર મોનાબેન ભુપેશ ભાઈ વોર્ડ પ્રમુખ સઈદભાઈ શૈખ રાકેશભાઈ પરમાર અને ખુબજ મોટી સંખ્યામાં કૉંગ્રેસ પાર્ટી ના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યાં હતાં અને યુવા નેતા ફહીમ ખલીફા પણ હાજર હતા.

બીજી બાજુ, અમદાવાદમાં ઠક્કરબાપા નગરના કોંગ્રેસના ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટ ફોર્મ ભરવા માટે પહોચ્યા હતા. વિજય બ્રહ્મભટ્ટ ઊંટ ગાડીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. તેઓ મોંઘવારી જેવા મુદ્દાને લઈને પ્રચાર કરતા જોવા મળ્યા હતા. તેમણે મોટી સંખ્યામાં કાર્યર્ક્તાઓ સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

જયારે વડોદરામાં સયાજીગંજના આપ ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.આપ ઉમેદવાર સ્વેજલ વ્યાસે અનોખી રીતે ઉમેદવારી નોંધાવી. સ્વેજલ વ્યાસે ડિપોઝીટ પેટે ૧૦,૦૦૦ રૂપિયાના સિક્કા આપ્યા હતા. ચૂંટણી અધિકારી સમક્ષ સિક્કા ભરેલી બેગ ડિપોઝીટ પેટે આપી. ૧ અને ૨ રૂપિયાના સિક્કા ડિપોઝીટ પેટે આપ્યા હતા. ૧૦,૦૦૦ લોકો પાસેથી ઉમેદવારે ફંડ એકત્ર કર્યુ હતું.

વડોદરાની સયાજીગંજ વિધાનસભા બેઠક હાઈ પ્રોફાઈલ બેઠક બની છે. કારણ કે આ બેઠક પર ભાજપે મેયર કેયુર રોકડીયા, કોંગ્રેસે અમીબેન રાવત અને આમ આદમી પાર્ટીએ લડાયક યુવા નેતા સ્વેજલ વ્યાસને ટિકિટ આપી છે. સ્વેજલ વ્યાસ આજે પોતાના સમર્થકો અને કાર્યર્ક્તાઓ સાથે વાજતે ગાજતે ફોર્મ ભરવા સમા મામલતદાર ઑફિસ ખાતે પહોંચ્યા. જ્યાં તેઓ પોતાની સાથે ડિપોઝિટના રૂપિયા ભરવા ૧૦૦૦૦ ની ચિલ્લર લઈને પહોંચ્યા હતા.