પાલનપુર, પાલનપુરના ચિત્રાસણી બીઓબીના ગ્રાહકો સાથે કરોડોની છેતરપિંડી આચરનાર આશુ શાહનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે.વડગામ ર્મ્ંમ્ના ૧૬ ગ્રાહકો પાસેથી એડવાન્સ હપ્તાને બહાને ૪૭.૯૧ લાખ ઉગરવી ચાઉં કરી ગયો હતો,તો લોકોની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે,પાલનપુર તાલુકા પોલીસે આશુ શાહની ધરપકડ કરી વધુ તપાસ કરી છે.
ઇન્ડિયા ફસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના બિઝનેસ ડેપલોપમેન્ટ મેનેજર આશુભાઇ રાજેશભાઇ શાહે બેંક ઓફ બરોડા ચિત્રાસણી શાખાના ૨૪ ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી હતી. આ અંગે ઇન્ડિયા ફસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સના એરિયા બિઝનેસ હેડ પાલનપુર ઢુંઢીયાવાડી અર્બુદાનગરમાં રહેતા રૂચિનભાઇ દિનેશભાઇ મહિવાલે તપાસ કરતાં વડગામ બેંક ઓફ બરોડા શાખાના ૧૯ ગ્રાહકો સાથે પણ આશુ શાહે રૂપિયા ૪૭,૯૧,૧૦૦ની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જેણે આ નાણાં એડવાન્સ પ્રિમિયમ પેટે પડાવી લીધા હતા.
ડીસામાં પરિવાર સાથે રહેતો આશુ શાહે લગ્ન કર્યા નથી. તે વર્તમાન સમયે ઇન્ડિયા ફસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના બિઝનેસ ડેપલોપમેન્ટ મેનેજર તરીકે ચિત્રાસણીમાં ફરજ બજાવે છે. જેની ધરપકડ પછી પ્રાથમિક પૂછપરછ સામે આવ્યુ છે,કે મે નાણાં લીધા જ નથી તેવું બોલ્યા કરે છે. સાચી હકીક્ત જાણવા માટે બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
પ્રતાપસિંહ નવલસિંહ પરમાર (રૂપિયા ૧,૧૦,૦૦૦), ડાહીબેન ખેમાભાઇ મકવાણા (રૂપિયા ૩,૦૦,૦૦૦), સુરેશચંદ્ર ગંગાપ્રસાદ શર્મા (રૂપિયા ૫,૭૦,૦૦૦), રાજુભાઇ જયંતિભાઇ કંકોડીયા (રૂપિયા ૮,૪૦,૦૦૦), પરેશકુમાર સેધાભાઇ પરમાર (રૂપિયા ૩,૯૪,૦૦૦), રતનસિંહ છત્રસિંહ પરમાર (રૂપિયા ૧,૧૦,૦૦૦), દેવજીભાઇ માવજીભાઇ પરમાર (રૂપિયા ૩,૦૦,૦૦૦), દિનેશભાઇ હિરજીભાઇ ચૌધરી (રૂપિયા ૧,૩૬,૮૦૦), મહેશભાઇ તુલસીભાઇ પરમાર (રૂપિયા ૯૩,૧૦૦), ગંગાબેન ડોડીયા (રૂપિયા ૬,૨૬,૦૦૦), મોઘજીભાઇ પટેલ (રૂપિયા ૧,૭૬,૨૦૦), ઉષાબેન પંચાલ (રૂપિયા ૯૦,૦૦૦), રમેશભાઇ કેશવભાઇ રાવલ (રૂપિયા ૨,૨૦,૦૦૦), ડોહજીભાઇ કામરાજભાઇ ચૌધરી (રૂપિયા ૨૦,૫૦૦), દેવીસિંહ રતનસિંહ પરમાર (રૂપિયા ૨,૦૦,૦૦૦), દોલીબેન લક્ષ્મણજી રાઠોડ (રૂપિયા૧,૦૪,૫૦૦)