મુંબઇ,
મુંબઇ ઇન્ડિયન્સના દિગ્ગજ ખેલાડી કિરોન પોલાર્ડે આઇપીએલમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી છે. હવે પોલાર્ડ આઇપીએલમાં રમતો જોવા નહી મળે. કિરોન પોલાર્ડનું પ્રદર્શન તાજેતરના સમયમાં આઇપીએલમાં ઘણુ ખરાબ રહ્યુ હતુ. ગત સીઝનમાં પોલાર્ડ પુરી રીતે લૉપ રહ્યા હતા. આઇપીએલ ૨૦૨૨માં પોલાર્ડે ૧૪.૪૦ની એવરેજ સાથે ૧૪૪ રન બનાવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે ૨૦૧૦ની હરાજીમાં મુંબઇએ પોલાર્ડને ખરીદીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, તે બાદથી જ પોલાર્ડ મુંબઇની ટીમનો ભાગ હતો. મહત્વપૂર્ણ છે કે આ વર્ષે પોલાર્ડે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ સંન્યાસની જાહેરાત કરી હતી.
આઇપીએલના લિજેન્ડ ખેલાડીઓમાં સામેલ પોલાર્ડે પોતાની આઇપીએલ કરિયરમાં ૧૮૯ મેચ રમી છે જેમાંથી ૩૪૧૨ રન બનાવ્યા છે. આઇપીએલમાં પોલાર્ડના નામે ૧૬ અડધી સદી પણ સામેલ છે. ૨૮.૬૭ની એવરેજ સાથે પોલાર્ડે આઇપીએલમાં રન બનાવ્યા હતા. પોલાર્ડના નામે આઇપીએલમાં ૬૯ વિકેટ પણ છે.
આઇપીએલમાંથી રિટાયરમેન્ટ પર પોલાર્ડે કહ્યુ, આ નિર્ણય કરવો સૌથી આસાન નિર્ણય નહતો કારણ કે હું કેટલાક વર્ષો સુધી ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ પરંતુ હું સમજુ છુ કે આ અવિશ્વસનીય ફ્રેન્ચાઇઝી રહી જેને આટલુ મેળવ્યુ છે તેને બદલાવની હવે જરૂરત છે અને જો હું હવે આ ફ્રેન્ચાઇઝી સાથે નહી રહું.
પોલાર્ડે આગળ કહ્યુ, હું ખુદને એમઆઇ વિરૂદ્ધ રમતા નથી જોઇ શક્તો. એક વખત તમે મુંબઇ ઇન્ડિયન્સમાં આવી ગયા તો તમે હંમેશા માટે મુંબઇના બની જશો. હું છેલ્લી ૧૩ સીઝનથી આઇપીએલમાં સૌથી મોટી અને સૌથી સફળ ટીમનું પ્રતિનિધિત્વ કરવાને લઇને ગર્વ, સમ્માનિત અને ધન્ય અનુભવ કરી રહ્યો છું. ઇમાનદારીથી હું મુકેશ, નીતા અને આકાશ અંબાણી માટે તેમના જોરદાર પ્રેમ, સમર્થન અને સમ્માન માટે પોતાની ઉંડી પ્રશંસા વ્યક્ત કરૂ છુ, જે મે હંમેશા અનુભવ કર્યો છે અને તેમણે મારી પર જે વિશ્વાસ બતાવ્યો છે તેની માટે આભાર. મને અમારી પ્રથમ મુલાકાત યાદ છે જ્યારે તેમણે મારૂ આ ફ્રેન્ચાઇઝીમાં બાહો ફેલાવીને સ્વાગત કર્યુ હતુ અને કહ્યુ હતુ, અમે એક પરિવાર છીએ. તે માત્ર શબ્દ નહતા તે એક જુસ્સાની જેમ મારી સાથે જોડાઇ ગયા હતા.