રાજકીય પક્ષોના નામે ૧૦૦૦ કરોડની કરચોરીનું કૌભાંડ આચરવામાં આવ્યું

અમદાવાદ, લોકો કરચોરી કરવા અને ફ્રોડ કરવા કેવા-કેવા કીમિયા અજમાવે છે તેમાનો એક વધુ કીમિયો સામે આવ્યો છે. આ કૌભાંડમાં વિવિધ રાજકીય પક્ષોના નામે દાન મેળવવામાં આવ્યું છે અને તેના હેઠળ ઈન્ક્મ ટેક્સમાં રાહત પણ મેળવી લેવાઈ છે. પછી આ રકમ જુદા-જુદા ખાતાઓમાં ટ્રાન્સફર કરીને ૧,૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

સીઆઇડી ક્રાઇમે આ કૌભાંડના સંદર્ભમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આ સિવાયના અન્ય આરોપીઓમાં વિપુલ શાહ, ઝહીર રાણા, કંદન મુદલઈ, દીપુ ચોક્સી, રેનિલ પારેખ, ભુરાભાઈ વૈદ્યનો સમાવેશ થાય છે. સીઆઇડી ક્રાઇમે આ કેસમાં ઉમંગ વિનોદભાઈ દરજી,રવિ પ્રકાશભાઈ સોનીની ધરપકડ કરી હતી. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમા સરકારી વકીલે રજૂઆત કરી હતી કે આરોપીઓએ આ રીતે રાજકીય પક્ષોનો ઓઠા હેઠળ ઉપયોગ કરીને ૧,૦૦૦ કરોડથી વધુ રકમની લેવડદેવડ કરીને સરકાર સાથે મોટાપાયે કરચોરી કરી છે. આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી આ કૌભાંડ કરતા હતા. આ કેસમાં પાંચ રાજકીય પક્ષોના વડાઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ કેસની મોડસ ઓપરેન્ડી એ હતી કે આરોપી વિવિધ દાતાઓ પાસેથી રાજકીય પક્ષોના નામે ડોનેશન લેતા હતા. તે રાજકીય પક્ષોના ખાતામાં રકમ જમા થયા પછી આ રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. પોલીસ આ ઉપરાંત આરોપીઓએ જુદા-જુદા જીએસટી નંબર કેવી રીતે મેળવ્યા તેની પણ તપાસ કરી રહી છે. આ ઉપરાંત તેઓએ બનાવટી બિલો કેવી રીતે બનાવ્યા, ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ કેવી રીતે મેળવી, કયા-કયા બેક્ધ ખાતાનો નંબર મેળવાયો તેની ચકાસણી પણ પોલીસ કરી રહી છે. આના માટે કોર્ટમાં તેમના ૧૪ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેને કોર્ટે મંજૂર રાખ્યા હતા.

આ કેસમાં અઠંગ ભેજાબાજોઓ ભારતીય ક્સિાન પરિવર્તન પાર્ટી (ગુજરાત અયક્ષ), પ્રદ્યુમ્નસિંહ ગોહિલ, રાષ્ટ્રીય સમતા પાર્ટી (સેક્યુલર), મહીવીરસિંહ પરમાર, રાષ્ટ્રીય સમતા પાર્ટી (સેક્યુલર), અધ્યક્ષ , વિજય ચૌહાણ, ખજાનચી, રાષ્ટ્રીય સમતા પાર્ટી (સેક્યુલર), કુણાલ પીઠડીયા, રાષ્ટ્રીય જનતારાજ પાર્ટી અયક્ષ, રોનકસિંહ ગોહિલ, યુવા જનજાગૃતિ પાર્ટી, અયક્ષ, જિગરભાઈ કોઠિયા, જનતા કોંગ્રેસ પાર્ટી, કેતન પારેખ, સરદાર વલ્લભભાઈ પાર્ટી, રાષ્ટ્રીય નાગરિક હક્ક પાર્ટી, એકજુટ અધિકાર પાર્ટી, આદર્શવાદી પાર્ટી, ભારતીય રાષ્ટ્રીયતંત્ર પાર્ટી, ભાવેશ શાહ,ગુજરાત નવનિર્માણ સેનાના નામે ઉઘરાણા કર્યા હતા.