અમદાવાદ, રાજ્યમાં રાજકોટમાં ગેમિંગ ઝોનના અગ્નિકાંડમાં ૨૮ની લાશ પડ્યા પછી તંત્રના એક પછી એક વિભાગો જાગી રહ્યા છે અને છેલ્લે છેલ્લે જીએસટી વિભાગ પણ જાગ્યું છે. જીએસટી વિભાગને હવે ખબર પડી છે કે આ ગેમ ઝોન જીએસટી તો ભરતા નથી. જ્યારે વાસ્તવમાં ગેમ ઝોનની વક પર ૧૮ ટકાનો દર લાગે છે. રાજ્યના ગેમિંગ ઝોનનું ટેક્સ ભર્યા વગરનું ટર્નઓવર ૧૦૦થી ૧૫૦ કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે. કેટલાક ગેમ ઝોન તો વેકેશનમાં શનિ-રવિમાં જ એક જ દિવસમાં ૧૪થી ૧૫ લાખનો આંકડો વટાવી જાય છે. ગેમ ઝોનની સાથે-સાથે ચાલતા ફૂડ સ્ટોલમાં પણ આ જ પ્રકારની જીએસટી ચોરી થઈ રહી છે. જીએસટી વિભાગના રાજ્ય સ્તરના ધિકારે જમાવ્યું હતું કે ગેમ ઝોનમાં એન્ટ્રી સિવાય ગેમ રમવા માટે જે કાર્ડ પાય છે તેનું પેમેન્ટ ઓનલાઇન વસૂલાય છે. તેથી તે રકમ કયા ખાતામાં જાય છે તેની તપાસ કરાશે. કાર્ડના રૂપિયા કયા ખાતામાં જાય છે ગેમ ઝોનમાં લોકો પેમેન્ટ કરે એટલે તેમને કાર્ડ અપાય છે. અઢી હજારનો કાર્ડ હોય તો ૩ હજાર સુધીની વિવિધ ગેમ રમવા મળે છે. અધિકારીઓ કહે છે કે તપાસ એ દિશામાં પણ કરાશે કે આ કાર્ડનું પેમેન્ટ કયા ખાતામાં થાય છે.
આ સાથે જેનું જીએસટી રજિસ્ટ્રેશન નહીં હોય તેની પાસેથી ૧૦૦ ટકા પેનલ્ટી વસૂલાશે. રાજ્યમાં ૧૫૦થી વધુ ગેમ ઝોન છે, તેમા મોટાભાગના ૨૦ લાખથી વધુનું ટર્નઓવર ધરાવે છે. કેટલાય ગેમ ઝોન પાસે પાલિકાનું બીયું ન હોવાથી જીએસટી રજિસ્ટ્રેશન જ થતું નથી. અમદાવાદમાં ૩૫, સુરતમાં ૧૬, વડોદરામાં ૧૫, રાજકોટમાં ૧૫ જેટલા ગેમ ઝોન હોવાનું કહેવાય છે. જીએસટી વિભાગ તેને ચેક કરીને અંદાજિત આવક કાઢશે, વિભાગ જે તે ગેમ ઝોનની દિવસની અને ખાસ કરીને શનિ-રવિની આવકના આધારે પ્રતિ દિવસ અને તેના આધારે વાષક આવક કાઢીને ટેક્સ તથા પેનલ્ટી વસૂલશે.