મોદી સરકારે ઈડી કેડરના ૧૧ અધિકારીઓને જોઈન્ટ ડિરેક્ટર બનાવી દીધા

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) કેડરના ૧૧ અધિકારીઓને ફેડરલ એન્ટી મની લોન્ડરિંગ એજન્સીમાં મર્જ કર્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ સંયુક્ત નિયામકના પદ પર માત્ર એક કે બે કેડરના અધિકારીઓની નિમણૂંક કરવામાં આવતી હતી. કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગે ૧૧ અધિકારીઓને ડેપ્યુટી ડાયરેક્ટરથી જોઈન્ટ ડાયરેક્ટરમાં બઢતી આપવાનો આદેશ જાહેર કર્યો હતો.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં દેશભરમાં ૨૭ પ્રાદેશિક કચેરીઓ સહિત ૩૦થી વધુ સંયુક્ત નિયામકની જગ્યાઓ છે. હાલમાં, જેડી રેક્ધમાં માત્ર ત્રણ ઈડી કેડરના અધિકારીઓ છે, જ્યારે બાકીના ભારતીય મહેસૂલ સેવા અધિકારીઓ છે, જેઓ ડેપ્યુટેશન પર ડિરેક્ટોરેટમાં જોડાય છે.

ઈડીએ ફેડરલ તપાસ એજન્સી છે અને તેને ત્રણ કાયદાઓ હેઠળ નાણાકીય ગુનાઓની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે – પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ,ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ અને ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ

અહીં ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ઈડીની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. દેશભરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહીમાં આ એજન્સી ખૂબ એક્ટિવ છે. તેણે કેટલીય જગ્યાએ દરોડા પાડીને હજારો કરોડો રૂપિયા જપ્ત કર્યા છે.