હાલોલ, હાલોલ તાલુકાના ગોવિંદીપુરી ગામે જલારામ નગર ખેતરમાં આવેલ તાડીના ઝાડ ઉ5ર 35 વર્ષિય યુવાન તાડફળી પાડવા માટે ચડેલ હતો દરમિયાન ઝાડ ઉપરથી નીચે પડતાં શરીરે ઈજાઓ પહોંચતા મોત નીપજયું હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના ગોવિંદીપુરી ગામે જલારામ નગર ખેતરમાં આવેલ તાડના ઝાડ ઉપર હિરાભાઈ પ્રતાપભાઈ સોલંકી(ઉ.વ.35)તાડફળી તોડવા માગે ચઢેલ હતો દરમિયાન અકસ્માતે ઝાડ ઉપરથી નીચે પડતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા યુવાનનુ મોત નીપજવા પામ્યુ હતુ. આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.