જાલત ખાતે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ

દાહોદ, દાહોદ જીલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જાલત ખાતે એડોલેસેન્ટ હેલ્થ ડે અને વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આયુષ મેડિકલ ઓફિસર ડો. કૌશલ્યા પરમાર, સિકલ કાઉન્સેલર નિખીલભાઈ અને એફ.એચ.ડબ્લ્યુ. દ્વારા શરીરમાં થતા શારીરિક,સિક અને ભાવાત્મક ફેરફારો, માસિકચક્ર વખતે રાખવાની સ્વચ્છતા,અને વપરાશમાં લેવાતી સામગ્રી અને તેનો યોગ્ય નિકાલ અંગે સમજણ આપવામાં આવી હતી. ઉપરાંત નાની ઉંમરે લગ્ન કરવાથી ઉભી થતી મુશ્કેલીઓ અંગે વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવી અને યોગ્ય સમજણ આપવામાં આવી હતી.