- નિ:શુલ્ક એનિમલ હેલ્પલાઇન નંબર 1962 ઉપર કોલ કરીને પશુ-પક્ષીઓ માટે મદદ માંગી શકાય છે.
નડિયાદ, EMRI ગ્રીન હેલ્થ સર્વિસ અંતર્ગત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ અને ફરતું પશુ દવાખાનું દ્વારા જીલ્લાનાં પશુ પક્ષીઓને ગરમીનાં પ્રકોપથી રાહત આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં, કોઈપણ પ્રાણી કે પક્ષીને ડિહાઈડ્રેશન થઇ જાય તો તેમને ફ્લુડ થેરાપી, આઈસ પેક કે પાણીના પોતા મૂકીને તેમની સારવાર કરવામાં આવે છે અને જો વધારે બોડી ટેમ્પરેચર લાગે તો જરૂરી ઈન્જેકશન આપીને સારવાર કરવામાં આવે છે.
અત્યાર સુધીમાં ઊખછઈં ગ્રીન હેલ્થ સર્વિસ અંતર્ગત ખેડા જીલ્લામાં મે મહિનામાં 10 જેટલાં કેસ સામે આવ્યા છે. જેમાં કરૂણા એમ્બુલન્સ 1962 અને ફરતા દવાખાના દ્વારા ગાય, બિલાડી, કુતરા અને પક્ષીઓને વિવિધ મેડીકલ સારવાર આપીને ગરમીથી રક્ષણ આપવામાં આવ્યુ છે. નિ:શુલ્ક એનિમલ હેલ્પલાઇન નંબર 1962 ઉપર કોલ કરીને પશુ-પક્ષીઓ માટે મદદ માંગી શકાય છે.