કડી પોલીસે ૪૮ લાખના દારૂ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા, કોર્ટે ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

કડી,
કડી પોલીસે ખાનગી રાહે બાતમી મળી હતી કે કડી તાલુકાના બલાસર ગામની સીમમાં આવેલ બંધ શારદા ઓઈલ મિલમાં વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું છે અને મસમોટો વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. જે આધારે કડી પોલીસે શનિવારની રાત્રીએ સ્થળ વાળી જગ્યા ઉપર કોર્નર કરીને રેડ કરતા ૪૮ લાખ ૨૯ હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ૧૩ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના બલાસર ગામની સીમમાં આવેલ બંધ શારદા ઓઈલ મીલમાંથી પોલીસે ૪૮ લાખ ૨૯ હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપીને આરોપીઓની ધરપકડ કરીને મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેમજ આરોપીઓને આજે કડી કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતાં.

કડી તાલુકાના બલાસર ગામની સીમમાંથી પોલીસે ૭૪ લાખ ૬૯ હજાર ૪૦૦નો વિદેશી દારૂ તેમજ મુદ્દામાલ જપ્ત કરીને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. જે મામલે કડી પોલીસે આરોપીઓને કોર્ટમાં પકડાયેલા આરોપીઓને રજૂ કર્યા હતા અને કોર્ટ સમક્ષ ૧૪ દિવસની રિમાન્ડની કડી પોલીસ દ્વારા માગણી કરવામાં આવી હતી. કડી કોર્ટે સરકારી વકીલની દલીલો સાંભળી આરોપીઓના ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.