ગોધરા રામસાગર તળાવ માંથી અજાણ્યા આધેડની લાશ મળી આવી…
ગોધરા શહેરના રામસાગર તળાવમાં એક અજાણ્યા યુવકની જળકુંભીમાં ફસાયેલ મૃતદેહ મળી આવી હતી. બનાવની જાણ ગોધરા ફાયર બ્રિગેડ થતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી અને સ્થાનિક એ ડિવિઝન પોલીસની મદદથી જળકુંભીમાં ફસાયેલ યુવકની મૃતદેહને બહાર કાઢી અને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. હાલ તો ગોધરા એ ડિવિઝન પોલીસે મૃતદેહ ઉપર કબજો મેળવી આ યુવક ક્યાંનો છે, તે દિશામાં તપાસ હાથ ધરેલ છે.
ગોધરા શહેરના હોળી ચકલા વિસ્તારમાં આવેલ રામસાગર તળાવમાં એક અજાણ્યા યુવકની મૃતદેહ જળકુંભીમાં ફસાયેલ હાલતમાં મળી આવી હતી. જેથી આજુબાજુના સ્થાનિક રહીશોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડના જવાનોને કોલ કરીને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી જળકુંભીમાં ફસાયેલ યુવકની મૃતદેહને સ્થાનિક એ ડિવિઝન પોલીસની મદદથી બહાર કાઢવામાં આવી હતી. જ્યારે એ ડિવિઝન પોલીસે અજાણ્યા યુવકની મૃતદેહ ઉપર કબજો મેળવી મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી અને યુવક ક્યાંનો છે અને તેના વાલીવારસો કોણ છે, તે દિશામાં તપાસ હાથ ધરેલ છે.
ગોધરા તાલુકાના બોરીયા કાંટડી પાસે નર્મદા કેનાલ માંથી આધેડનો મૃતદેહ મળ્યો …..
ગોધરા તાલુકાના બોરીયા કાટડી પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ માંથી આજે વહેલી સવારે એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. ગોધરા ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક રેસ્ક્યુ કરી અને ગણતરીની મિનિટોમાં મૃતદેહને નર્મદા કેનાલ માંથી બહાર કાઢી પરિવારજનોને સોંપ્યો હતો.
ગોધરા તાલુકાના સામલી ગામે રહેતા 79 વર્ષીય મહેશભાઈ માનાભાઈ વૈષ્ણવ ગોધરા તાલુકા પાસે આવેલ બોરીયા કાટડી પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં એક મૃતદેહ તળી રહ્યો છે. તેવો કોલ મહેસુલ વિભાગના મામલતદારને મળ્યો હતો. જેથી તેઓ એ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડ ને કોલ કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેથી ગોધરા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસર દિનેશ ડીંડોર, ક્રિષ્ના સોલંકી, દિનેશ ભાભોર અને ટ્રેનિંગ લઈ રહેલા ત્રણ ફાયર જવાનો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી અને ગણતરીના મિનિટોમાં મહેશભાઈ માનાભાઈ વૈષ્ણવનો મૃતદેહને બહાર કાઢીને તેઓના પરિવારજનોને સોંપ્યો હતો. જ્યારે મોત કયા કારણોસર થયું છે કે હજુ સુધી અકબંધ રહ્યું છે.
ગોધરા તાલુકાના ધુસર ગામેથી પસાર થતી નર્મદા કેનાલ માંથી 22 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો ….
ગોધરા તાલુકાના ઘુસર ગામે પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પાસે એક 22 વર્ષીય યુવક કુદરતી હાજતે ગયો હતો અને જ્યાં પાણી લેવા માટે કેનાલમાં પગ અચાનક પગ લપસી જતા ડૂબી ગયો હતો. જેથી આજુબાજુના સ્થાનિક લોકોએ તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ગોધરા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી સ્થાનિક લોકોની મદદ થી કલાકોની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે ઘટના જાણ થતાં સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી.
ગોધરા તાલુકાના બાહી ગામે રહેતા માધવ દિલીપભાઈ ભગોરા પોતાની માસીના ઘરે ઘુસર ગામે આવ્યા હતા. જ્યાં આજરોજ પોતાની માસીના ઘરેથી ઘુસર ગામ માંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ પાસે પોતાના મિત્ર સાથે કુદરતી હાજતે ગયા હતા. ત્યાં કેનાલમાં પાણી લેવા જતા અચાનક પગ કેનાલ માં સરકી જતા કેનાલમાં ડૂબી ગયા હતા. જેથી આજુબાજુના સ્થાનિક લોકોએ તાત્કાલિક ગોધરા ફાયર બિગેડને જાણ કરી હતી. જ્યાં ગોધરા ફાયર બિગેડના જવાનો અને સ્થાનિક લોકોની મદદથી માધવકુમાર દિલીપભાઈ ભગોરાનો મૃતદેહને નર્મદા કેનાલ માંથી બહાર કાઢયા બાદ તેમના પરિવારના સભ્યોને સુપ્રત કરવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી.