- બિરસા મુંડા આપણી આયાત્મિક અને સાંસ્કૃતિક ઊર્જાના વાહક હતા : પીએમ
નવીદિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બિરસા મુંડા જન્મજયંતિ નિમિતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ સ્વતંત્રતા ચળવળ અને આદિવાસી સમાજના હિતોની રક્ષા માટે લડતમાં તેમના યોગદાનને યાદ કર્યું. આ સાથે પીએમ મોદીએ બિરસા મુંડાને ‘દેશના મહાન પુત્ર’ ગણાવ્યા હતા. વડાપ્રધાને કહ્યું કે ગુજરાત સરકાર વનબંધુઓના વિકાસ માટે સતત કાર્યરત છે. રાજ્યના આદિવાસી વિસ્તારોમાં રોડ, શિક્ષણ, આરોગ્ય, રોજગારીની સુવિધાઓ વધારી છે. આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાનની શાળાઓ અને બે યુનિવસટી બનાવી છે. તો આદિવાસી માતા-બહેનો સુધી વિકાસના અનેક લાભ પહોંચ્યા છે. ગુજરાત સરકારે અંગ્રેજો સમયના કેટલાક કાયદા દૂર કરીને પણ વનબંધુઓને ફાયદો પહોંચાડવાનો સતત પ્રયાસ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના રાંચીમાં બિરસા મુંડા સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું. આ દેશનું પ્રથમ જનજાતિય સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અંગ્રેજોની સત્તાને આદિવાસી યુવક-યુવતીઓએ હંમેશા પડકારી છે. દેશભરમાં આદિવાસી પરંપરા અને શૌર્યગાથાને ભવ્ય ઓળખ આપતા ૯ સંગ્રહાલયોનું કામ નિર્માણાધીન છે. વડાપ્રધાને આદિવાસી યુવક-યુવતીઓને ભવ્ય સાંસ્કૃતિક વારસા, પરંપરા, યુદ્ધોમાં વિજયનું આલેખન કરવા આહવાન કર્યું. ગુજરાતના રાજપીપળામાં પણ જનજાતિય સંગ્રહાલય આગામી થોડા સમયમાં જનતાને સમપત કરાશે. ભગવાન બિરસા મુંડાની જ્યંતી જનજાતીય ગૌરવ દિવસ રૂપમાં ઉજવવાની પીએમ મોદીએ જાહેરાત કરી.
આપણા આદિવાસી ભાઈ-બહેનોએ અંગ્રેજી શાસકોને, વિદેશી તાક્તોને બતાવી આપ્યું હતું કે સ્વાભિમાન શું હોય છે, સામર્થ્ય શું હોય છે, પ્રકૃતિ અને પરંપરા માટે પ્રેમ શું હોય છે અને જીવનના અંત સુધી મુલ્યો માટે અને દેશની આઝાદી માટે કેવી રીતે લડી શકાય છે બિરસા મુંડાને ‘દેશના મહાન પુત્ર’ ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે આજે આખો દેશ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ શ્રદ્ધા અને સન્માન સાથે ઉજવી રહ્યો છે. દેશના મહાન ક્રાંતિકારી, મહાન સપૂત ભગવાન બિરસા મુંડાને હું આદરપૂર્વક નમન કરું છું. તેઓ માત્ર આપણી રાજકીય સ્વતંત્રતાના હીરો જ નહોતા, પરંતુ તેઓ આપણી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉર્જાના વાહક પણ હતા.
અમારા માટે ‘જનજાતીય ગૌરવ દિવસ’ એ સાચા અર્થેમાં આદિવાસી સમુદાયના ઉત્કર્ષ અને મંગલને સિધ કરવાનો અવસર છે. “વનબંધુ કલ્યાણ યોજના” જેવા હિતકારી પ્રકલ્પો દ્વારા સૌનો સાથ-સૌનો વિકાસ એજ અમારો ધ્યેય બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે પીએમ મોદીએ ટ્વિટર પર જાહેર કરેલા તેમના વીડિયો સંદેશમાં કહ્યું કે હું મારી સરકારનું સૌભાગ્ય માનું છું કે તેમને ૧૫ નવેમ્બર (બિરસા મુંડાની જન્મ જયંતિ)ને આદિવાસી ગૌરવ દિવસ તરીકે જાહેર કરવાની તક મળી. અંગ્રેજો સામે વિદ્રોહનું નેતૃત્વ કરનાર પ્રતિષ્ઠિત આદિવાસી નેતા બિરસા મુંડાની જન્મજયંતિ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, મુંડા જનજાતિના બિરસા મુંડાનો જન્મ ૧૫ નવેમ્બર ૧૮૭૫ના રોજ થયો હતો. ૧૯મી સદીના અંતમાં બ્રિટિશ શાસન દરમિયાન, તેમણે આધુનિક બિહાર અને ઝારખંડના આદિવાસી પટ્ટામાં ભારતીય આદિવાસી ધાર્મિક સહાબ્દી ચળવળનું નેતૃત્વ કર્યું. બિરસા મુંડાની જન્મજયંતિ ઝારખંડ સ્થાપના દિવસ સાથે એકરુપ છે