ગોધરા તાલુકાના ચંચેલાવ પાસે હાઈવે રોડ ઉપર લકઝરી ચાલકે રોડ સાઈડ ઉભેલ બાઈકને અડફેટમાં લઈ ત્રણ યુવાનોને ઈજાઓ પહોંચાડી

ગોધરા, દાહોદ-ગોધરા હાઈવે રોડ ચંચેલાવ ગામે રોડ સાઈડમાં બાઈક ચાલક પોતાનુ બાઈક ઉભુ રાખી પેશાબ માટે ઉભા હોય ત્યારે દાહોદ તરફથી આવતી લકઝરી બસના ચાલકે બાઈક અને એક વ્યકિતને અડફેટમાં લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી તેમજ અન્ય બે યુવાનોને નાની-મોટી ઈજાઓ પહોંચાડી નાસી જઈ ગુનો કર્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ-ગોધરા હાઈવે રોડ ઉપર ચંચેલાવ ગામ પાસે બાઈક નં.જીજે-17-એડી-8898ના ચાલક કિરણભાઈ ભવાનભાઈ પરમાર અને તેની સાથેના રોહિત દેવડા, અને કુણાલ મારવાડી બાઈક સાઈડમાં ઉભી રાખીને પેશાબ કરવા ગયા હતા ત્યારે દાહોદ તરફથી આવતી લકઝરી બસ નં.જીજે-16-એડબ્લ્યુ-8989ના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને બાઈક તેમજ કિરણભાઈને અડફેટમાં લઈ અકસ્માત સર્જી માથાના પાછળના ભાગે તેમજ પગના ભાગે ફ્રેકચર કરી ઈજાઓ પહોંચાડી હતી જયારે અન્ય બે યુવાન રોહિતને હાથના ભાગે ફ્રેકચર કરી આંખના ભાગે ઈજાઓ પહોંચાડી કુણાલને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી લકઝરી બસ લઈ નાસી જઈ ગુનો કર્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવવા પામી છે.