મહિસાગર જિલ્લામાં 1316 આંગણવાડી કેન્દ્રોનો સમય કાળઝાળ ગરમીને લીધે બદલાયો

લુણાવાડા, હાલમાં રાજયમાં ચાલતા હિટવેવના કારણે મહિલા અને બાળ વિકાસ કચેરીના કમિશનરે બાળકો-માતાઓના સ્વાસ્થ્યને ઘ્યાને લઈને તા.28મે 2024થી બીજી સુચના ના મળે ત્યાં સુધી તમામ આંગણવાડીઓનો સવારે 7.30 થી 10.00 કલાકનો કરવાનુ જાહેર કર્યુ છે. જેમાં મહિસાગર જિલ્લામાં સમાવિષ્ટ 1316 આંગણવાડી કેન્દ્રોમાં પુરક પોષણ અને પુર્વ પ્રાથમિક શિક્ષણ માટે આંગણવાડી કેન્દ્રોનો સમસમાં ફેરફાર કરાયો છે. આંગણવાડી કાર્યકરે નાસ્તો બનાવી બાળકોને બોલાવી નાસ્તો આપી દેવાનો તેમજ ટી.એચ.આર.વિતરણ અને અન્ય સામગ્રી વિતરણ સવારે 10.00 કલાક સુધીમાં કરવાનો રહેશે.તથા આંગણવાડી કાર્યકર/તેડાગરએ સવારે 10.30 સુધી આંગણવાડી ખુલ્લી રાખવાનો પરીપત્ર તા.24મેએ કરાતા અમલ ચુસ્તપણે કરવા મહિસાગર જિલ્લા વિકાસ અધિકારીને સુચના અપાયાનુ મહિસાગર જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે જણાવ્યુ છે.