ગોધરા પાલિકા દ્વારા ડીજીટલ યુગ સાર્થક કરવા નગરજનોની ફરિયાદો માટે હેલ્પલાઈન નંબર શરૂ કરે તેવી માંગ

ગોધરા,ગોધરા નગર પાલિકા દ્વારા નગરજનોના હિત માટે તેમજ ડીજીટલ ઈન્ડીયાના સુત્રને સાચા અર્થમાં સાકાર કરવા માટે એક હેલ્પ લાઈન નંબર શરૂ કરવામાં આવે નગરજનોને પોતાની ફરિયાદો સરળતાથી નોંધાવી શકે અને લોકોના સમય અને નાણાંની બચત થઈ શકે છે. તેવી માંંગ સાથે લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન દ્વારા પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરાઈ છે.

ભારત અને ગુજરાત રાજ્યને ડીજીટલ બનાવવા માટે ધણાં પ્રયાસ થઈ રહ્યા છે અને શકય સુધી બધી પ્રક્રિયા પેપરલેસ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે આવા ડીજીટલ યુગમાં ગોધરા નગર પાલિકાએ પણ ડીજીટલ બનાવવામાં સહભાગી બનાવા માટે અને માનવ કલાકો તેમજ નગરજનોના નાણાંની બચત થાય તે માટે ગોધરા પાલિકા દ્વારા હેલ્પ લાઈન નંબર શરૂ કરવામાં આવે જેને લઈ નગરજનો ગામે ત્યારે અને ગામે ત્યાંથી પોતાની ફરિયાદ સરળતાથી નોંધાવી શકે અને આ ફરિયાદનો ઝડપી ઉકેલ આવી શકે છે. ગોધરા પાલિકા દ્વારા આવા હેલ્પ લાઈન નંબર શરૂ કરવામાં આવે તો નગરજનોને ખુબ લાભ થઈ શકે છે. સાથે પાલિકા કામનું ભારણ પણ ધટી શકે છે અને કાગળોની બચત સાથે નાણાંની પણ બચત થઈ શકે છે. તેવી માંગ સાથે ગોધરાના લોકહીત જાગૃત યુવા ફાઉન્ડેશન દ્વારા પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરાઈ છે.