ખેડા જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી

નડિયાદ, દર વર્ષે 28 મેના દિવસને વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે જીલ્લા આરોગ્ય વિભાગ હેઠળ તાલુકા અને પ્રા.આ.કે.ની એસબીસીસી ટીમના સભ્યો દ્વારા સમગ્ર જીલ્લામાં આજરોજ વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં 10 તાલુકાના 54 પ્રા.આ.કે. અને 11 શહેરી આરોગ્ય કેન્દ્ર અંતર્ગત આવેલ તમામ આયુષમાન આરોગ્ય મંદીર ખાતે તરૂણ કીશોરીઓ તથા માસીક ધર્મમાં આવતી બહેનોને આ બાબતે સાચી વૈજ્ઞાનીક માહીતી જેવી કે માસીક એ સામાન્ય અને કુદરતી પ્રકીયા છે, જેનાથી ગભરાવાની જરૂર નથી. માસીક દરમીયાન યોગ અને શારીરીક કસરત રાહત આપી શકે છે. ખોરાકની માસીક ધર્મ પર કોઇ વિપરીત અસર થતી નથી. નિયમીત સ્નાન કરવાથી કે વાળ ધોવાથી માસીક દરમીયાન મહીલા અને કીશોરીઓ સ્વચ્છ રહી શકે છે, વગેરે માહીતી આપવામાં આવી હતી તથા આ બાબતે પ્રવર્તતી ગેરમાન્યતાઓ જેવી કે મહીલાઓ કે કીશોરીઓએ માસીક ધર્મ દરમીયાન અપવિત્ર કે ગંદી થતી હોય છે તેથી એકલા રહેવુ જોઇએ, માસિક દરમીયાન શારીરીક પ્રવૃતિઓ ન કરવી તેમજ અમુક ખોરાક ન ખાવો જોઇએ, મહીલાઓ કે કીશોરીઓએ માસીક ધર્મ દરમીયાન સ્નાન ન કરવુ વગેરે દૂર કરવામાં આવી હતી.

માસીક દરમીયાન રકતસ્ત્રાવ વધુ પડતો દુખાવો કે યોનીમાર્ગના ચેપના કીસ્સામાં કિશોરીઓએ કે મહીલાઓએ તબીબી સલાહ લેવી જોઇએ એમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયુ છે.