ગોધરા,એલેમ્બિક સી.એસ.આર. ફાઉન્ડેશન દ્વારા વડોદરા અને પંંચમહાલ જીલ્લાની 53 આંગણવાડી કેન્દ્રોમાં 1400 થી વધુ કિશોરીઓને તેમજ બહેનો સાથે વિશ્વ માસીક દિવસની ઉજવણી કરવામાંં આવી.
એલેમ્બિક સુપોષણ પ્રોજેકટ હેઠળ સંકલિત બાળ વિકાસ વિભાગ તેમજ આરોગ્ય વિભાગના સંયુકત ઉપક્રમે કિશોરીઓ તેમજ બહેનોને માસીક ધર્મ અંગે માહિતગાર કરવા 26 ગામોમાં જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં લાભાર્થીઓને માસીકની પ્રક્રિયા દરમિયાન રાખવાની સાવચેતી પગલાં તેમજ માસીક સાથે જોડાયેલ માન્યતા એં નાટક, વિડિયો, લીફલેટ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ સાથે એનેમીયા મુકત અભિયાન અંતર્ગત તેઓની નિ:શુલ્ક લોહી તપાસ કરવામાં આવી હતી. આ સાથે સેનેટરી પેડનું વિતરણ પણ કરવામાં આવેલ હતું. ભારત સરકારના પોષણ અભિયાન સાથે જોડતો આ પ્રોજેકટ ગામડાઓમાંં કુપોષણ અને એનેમીયાના ઉચ્ચવ્યાયને ધટાડવાનો લક્ષ્યાંક ધરાવે છે. એલેમ્બિર સી.એસ.આર. ફાઉન્ડેશન આ ધ્યેય હાંસલ કરવા માટે 0.10 વર્ષ સુધીના બાળકો, 11 થી 18 વર્ષના તમામ કિશોર-કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે વર્ષ 2011 થી સફળતા પૂર્વક પ્રયાસ કરી રહ્યું છે.