બાલાસિનોરના જમીયતપુરામાં મોર્ય એન્વાયરો પ્રા.લિ.ની ડમ્પિંગ સાઈડ સમસ્યા હલ કરવામાં નિષ્ફળ રહેતા કંપની ને કાયમી બંધ કરવા હુકમ કરાયો

બાલાસિનોર, બાલાસિનોર તાલુકાના જમીયતપુરા સીમમાં કાર્યરત ડમ્પિંગ સાઈડને કારણે આજુબાજુના કુવાઓમાં આવતુ દુર્ગંધયુકત કેમિકલ વાળુ પાણી અને દુર્ગંધની સમસ્યા દુર કરવાની તક આપવા છતાં સમસ્યા યથાવત રહેલ હોય જેને લઈ ના.કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા મોર્યા એન્વયારો પ્રોજેકટ પ્રા.લિ.ને કાયમી બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો.

બાલાસિનોર તાલુકાના જમીનયપુરા સીમમાં સર્વે ંન.75-અ પૈકી 2 પૈકી ખાતા ન.146 તથા સર્વે નં.75-બ પૈકીવાળી જમીનમાં મોર્ય એન્વાયરો પ્રોેજેકટ પ્રા.લિ.ના કાર્યરત ડમ્પિંગ સાઈડના કારણે આજુબાજુના કુવાઓમાં આવતુ દુર્ગંધયુકત કેમિકલવાળુ પાણી તેમજ દુર્ગંધની સમસ્યાને દુર કરવા માટે અનેવાર તક આપવામાં આવેલ હોય તેમ છતાં સમસ્યાનો નિકાલ નહિ કરી સ્થિતિ યથાવત રહેલ હોય જેને લઈ ગ્રામજનોનુ સ્વાસ્થ્ય જોખમાતુ હોય સીઆરપીસી-133 હેઠળ અગાઉ કરેલ હુકમને કાયમી રાખીને સીઆરપીસી કલમ-138 હેઠળ કંપનીને કાયમી ધોરણે બંધ કરવા માટેના ના.કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા હુકમ કરવામાં આવ્યો.