શહેરાના ગોકળપુરામાં પુર્વ સરપંચની હત્યા બાદ આરોપીઓના ધરે 11 દિવસથી પોલીસ બંદોબસ્ત યથાવત

શહેરા,શહેરા તાલુકાના ગોકળપુરા ગામ ખાતે 16 મેના રોજ પૂર્વ સરપંચની હત્યા થયા બાદ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી જોકે આ બનેલા બનાવને ગંભીરતાથી લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ દ્વારા આરોપીના ભરવાડ ફળિયામાં 11 દિવસથી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહયો છે.

શહેરા તાલુકાના ગોકળપુરા ગામ ખાતે 16 મે ના રોજ પૂર્વ સરપંચ દિનેશ બારીયા ની હત્યા ભેલાણ બાબતે ઊંજડા ગામના ભરવાડ ફળિયામાં રહેતા ત્રણ ઈસમો દ્વારા કરવામાં આવ્યા બાદ પોલીસે હત્યાના ત્રણ આરોપીને પકડી પાડ્યા હતા. પૂર્વ સરપંચની હત્યાની ઘટનાને પોલીસે ગંભીરતા લેવામાં આવી હોવા સાથે આરોપીના ભરવાડ ફળિયામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાછલા કેટલાક દિવસોથી દિવસ અને રાત્રિ દરમિયાન પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. જોકે બનેલ ઘટના બાદ ભરવાડ ફળિયામાં રહેતા અનેક લોકો ઘર છોડીને જતા રહ્યા હોય પણ હાલ શાંતિ નો માહોલ ગામમાં હોવાથી પોતાના ઘરે પરત પરીવાર સાથે આવી રહ્યા હતા. પોલીસ દ્વારા આવનારા દિવસો સુધી અહીં બંદોબસ્ત રાખવામાં આવે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી હોય પરંતુ પૂર્વ સરપંચની હત્યા થયા બાદ ગોકળપુરા ગામમાં શોક છવાઈ ગયો હતો. જ્યારે પોલીસ પર પથ્થર મારવાની ઘટનામાં પકડાયેલા 32 આરોપીઓ ને કોર્ટમાંથી જામીન નહીં મળતા આરોપીઓના પરીવારજનો પણ હાલ ચિંતિત થઈ ઉઠ્યા છે. જોકે પોલીસ પર થયેલ પથ્થરમારાની બનેલ ઘટનાની પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા હજુ પણ તપાસ કરવામા આવી રહી હોય તો નવાઈ નહિ.