સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ 2024-25માં દરેક જિલ્લામાં “જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રથમ તબક્કમાં 4 ઝોનમાં 4 જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ (DLSC) શરૂ કરવા માટે રસ ધરાવતી સંસ્થાઓ જેવી કે, સરકારી તથા ખાનગી કોલેજો કે સંસ્થાઓ પાસેથી તા.31/05/2024 થી તા.10/06/2024 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
“જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ” અંગેની ઓનલાઇન અરજી sportsauthority.gujrat.gov.in વેબસાઇટ પરથી કરી શકાશે. જયારે “જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ” પસંદગી માટેના ધારા-ધોરણો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઠરાવ ક્રમાંક:-SYCAD/MRT/e-file/19/2024/0030/B, તા.05/03/2024માં દર્શાવ્યા મુજબના રહેશે. જેમાં, UGC માન્ય યુનિવર્સીટી અથવા UGC માન્ય યુનિવર્સીટી સાથે સંલગ્ન કોલેજ, રમતના મેદાનો માટે ઓછામાં ઓછી 5 એકર જમીનની ઉપલબ્ધિ જેમાં યુનિવર્સીટી / કોલેજમાં ઉપલબ્ધ મેદાન અને ઈન્ડોર રમતની માળખાકીય સુવિધાઓનો પણ સમાવેશ થશે. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના જિલ્લા રમત સંકુલ નજીકની કોલેજ હોય તો તેને છુટછાટ આપી શકાશે. તેમજ ડી.એલ.એસ.એસ. શાળાની નજીકની કોલેજ / યુનિવર્સીટીને અગ્રતા આપવામાં આવશે તથા ઓછામાં ઓછી 200 વિદ્યાર્થીઓ/ વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલ સુવિધા અને પ્રાથમિક ખેલ સુવિધા અને વિકસિત મેદાન ઉપલબ્ધ હોય તે પ્રથમ પસંદગીને પાત્ર રહેશે.”જિલ્લા કક્ષા સ્પોર્ટસ કોલેજ” અંગેનો ઠરાવ sportsauthority.gujrat.gov.in ની વેબસાઇટ પરથી મેળવી શકાશે એમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.