કાલોલના દોલતપુરા ગામે નાળા પરથી ગાડી પલ્ટી મારતા ચાલકનુ મોત

કાલોલ, દોલતપુરા ગામના નાળા પરથી ગાડી પલ્ટી મારતા ચાલકનુ મોત નીપજયું હતુ.

કાલોલ-હાલોલ હાઈવે ચોકડી નજીકના દોલતપુરા ગામ પાસે નાળા પરથી પસાર થતાં સમયે એક તુફાન ગાડીના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા નાળાનુ સ્ટ્રકચર તોડીને ગાડી રોડની નીચે ફેંકાઈને નાળા પાસે પલ્ટી ખાઈ હતી. અકસ્માતનો ભોગ બનેલ ગાડીનો ચાલક મઘ્યપ્રદેશના અલીરાજપુરનો વતની હોવાનુ જાણવા મળેલ છે. જે પાછલા દિવસે ગોંડલ માણસોને મુકવા માટે ગયો હોય ગોંડલથી પરત ફરતા કાલોલના દોલતપુરા ગામ નજીક પલ્ટી ખાઈ જતાં મોત નીપજયું હતુ. જયારે ગાડીના ડ્રાઈવર સાથે બેઠેલા તેના એક સાથી મિત્રને ગંભીર ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ધટના અંગે કાલોલ પોલીસને જાણ થતાં પોલીસે મૃતકની લાશને રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી આગળ તપાસ હાથ ધરી હતી.