હિંમતનગરમાં ફાયર સેફટીનો અભાવ છતાં ચાલતા ગેમિંગ ઝોનને સીલ કરાયું

હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના બેરણા રોડ પર આવેલી ગેમ ઝોનમાં ફાયર વિભાગ ટીમ અને મહેસૂલ વિભાગની ટીમ સહિત પાલિકાના કર્મચારીઓ દ્વારા તપાસ કરતા એનઓસી અને ફાયર સેફટીનો અભાવ હોવાને લઈને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી.

રાજકોટમાં બે દિવસ પહેલા ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બની હતી. જેને લઈને હિંમતનગર ફાયર વિભાગ દ્વારા ગેમ ઝોન માં સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. શહેરના બેરણા રોડ આવેલી ગેમ ઝોન માં ફાયર સેફટી ન હોવાને લઈને અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ફાયર સેફટી એનઓસી ની મંજૂરી ના હોવાથી ફાયર વિભાગની ટીમ, રેવન્યુની ટીમ અને પાલિકાના કર્મચારીઓ દ્વારા સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી.