હિમતનગર, મોડાસા શહેરના તિરુપતી રાજ બંગલોના રહેણાક મકાનમાં થી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પહોંચી જઈને તસ્વીરો શેર કરી હતી. કથિત સિંચાઈની નકલી કચેરી હોવાના આ સાથે આક્ષેપો થયા હતા. અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ સ્થળ પર પહોંચતા (૧) પી.એમ ડામોર-નિવૃત કાર્યપાલક ઈજનેર (૨) એન.એલ પરમાર ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેર (૩) એચ.એન રાઠોડ (૪) જયશંકર ધનજીભાઈ ભીલ, ડ્રાઇવર (૫) નિનાદ વિનુભાઈ પટેલ, ડ્રાઇવર સ્થળ પર હાજર મળી આવ્યા હતા.
આ ૫ પૈકી પંચનામાં દર્શવેલ નં-૩ ના નામ પાછળ હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જે શંકા ઉપજાવતો હોવાના આક્ષેપ થવા લાગ્યા છે.જિલ્લા કલકેટર પ્રશસ્તિ પારીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી સહિત ૫ સભ્યો ની તપાસ સમિતિની રચના કરી તપાસ હાથ ધરી છે. પરંતુ વિપક્ષ નેતા જયદત્તસિંહ પુવારે કથિત નકલી કચેરી ની તપાસ સરકાર ઝ્રૈંડ્ઢ ક્રાઇમને સોંપવામાં આવે તેવી માંગ કરી છે.