સોનાના ભાવ આજે રૂ. ૪૦૦ અને ચાંદીમાં રૂ. ૧૦૦૦નો વધારો

અમદાવાદ, શેરબજારમાં આકર્ષક ઉછાળાની સાથે આજે કિંમતી ધાતુ બજારમાં પણ સુધારો જોવા મળ્યો છે. અમદાવાદ હાજર બજારમાં સોનું રૂ.૪૦૦ વધી રૂ. ૭૪૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામ જ્યારે ચાંદીની કિંમત રૂ. ૧૦૦૦ વધી રૂ. ૯૨૦૦૦ પ્રતિ કિગ્રા થઈ છે.

એમસીએક્સ પર ચાંદીના વાયદાના ભાવમાં રૂ.૧,૫૬૩ અને સોનામાં રૂ.૪૮૪નો ઉછાળો નોંધાયો છે. એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં ૧૦ ગ્રામદીઠ રૂ.૭૧,૫૯૫ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૭૧,૭૫૦ અને નીચામાં રૂ.૭૧,૪૫૬ના મથાળે અથડાઈ, રૂ.૪૮૪ વધી રૂ.૭૧,૭૪૦ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ ૮ ગ્રામદીઠ રૂ.૩૭૪ વધી રૂ.૫૮,૨૫૧ અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૂ.૧૦ વધી રૂ.૭,૦૫૬ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૬૦ વધી રૂ.૭૧,૭૪૦ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં ૧ કિલોદીઠ રૂ.૯૧,૪૭૯ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.૯૨,૧૧૩ અને નીચામાં રૂ.૯૧,૪૬૧ના મથાળે અથડાઈ, રૂ.૧,૫૬૩ વધી રૂ.૯૨,૧૧૧ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.૧,૪૭૬ વધી રૂ.૯૧,૯૯૭ અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.૧,૪૭૬ વધી રૂ.૯૧,૯૮૦ બોલાઈ રહ્યો હતો.

આજે ટોચના અમેરિકી અને યુકે બજાર બંધ હોવાથી મોટા રોકાણકારોની ગેરહાજરીના કારણે કોમોડિટી બજારોમાં કોઈ મોટી વધ-ઘટ જોવા મળી નથી. જો કે, ૩૧ મેના રોજ જારી થનારા અમેરિકી ફુગાવાના આંકડાઓ વચ્ચે કોમોડિટી માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી છે. બુલિયન નિષ્ણાતોના મતે, એમસીએક્સ સોનાનો સપોર્ટ લેવલ રૂ. ૭૧૨૦૦-૭૦૮૦૦ પ્રતિ ૧૦ ગ્રામ છે. ઉંચામાં ૭૨૮૫૦-૭૩૬૦૦ પ્રતિ ૧૦ ગ્રામનો લક્ષ્યાંક આપ્યો છે. સ્ટોપ લોસ રૂ. ૭૦૮૦૦ પ્રતિ ૧૦ ગ્રામ છે.