
- અમે કડવાશને વધુ પ્રોત્સાહન આપી શકીએ નહીં. અલબત્ત તમે તમારી જાતને પ્રમોટ કરી શકો છો.
નવીદિલ્હી, ટીએમસી વિરૂદ્ધ જાહેરખબરના મામલામાં ભાજપને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે પ્રથમ નજરે તમારી જાહેરાત ખોટી છે. કલકત્તા હાઈકોર્ટે ટીએમસી વિરુદ્ધ બીજેપીની જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો હતો. કલકત્તા હાઈકોર્ટે ટીએમસી વિરુદ્ધ બીજેપીની જાહેરાત પર ૪ જૂન સુધી પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી ભાજપે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હવે કલકત્તા હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટથી પણ ભાજપને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ભાજપને કહ્યું કે તમારો પ્રતિસ્પર્ધી તમારો દુશ્મન નથી.
ભાજપના વરિષ્ઠ વકીલ પીએસ પટવાલિયાએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે, અમારી જાહેરાતો તથ્યો પર આધારિત છે. તેના પર જસ્ટિસ મહેશ્ર્વરીએ કહ્યું કે અરજીમાં સંબંધિત પેજ જુઓ. તમે અહીં મુદ્દાને અતિશયોક્તિ કરી રહ્યા છો. અમે દખલગીરી કરવા તૈયાર નથી. પટવાલિયાએ કહ્યું કે, અમારા મંતવ્યો પણ સાંભળવામાં આવ્યા નથી. મારી દલીલ સાંભળો. તેના પર જસ્ટિસ વિશ્ર્વનાથને કહ્યું કે, પ્રથમ નજરે તમારી જાહેરાત બદનક્ષીભરી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કડવાશને વધુ પ્રોત્સાહન આપી શકીએ નહીં. અલબત્ત તમે તમારી જાતને પ્રમોટ કરી શકો છો.સુપ્રીમે કહ્યું કે જો કલકત્તા હાઈકોર્ટ તમારી વાત સાંભળી રહી છે તો અમે તેમાં શા માટે સામેલ થઈએ. તેના જવાબમાં પટવાલિયાએ કહ્યું કે, આવી સ્થિતિમાં આગામી મતદાનની તારીખ ૧લી જૂન હશે. કૃપા કરીને મારી વાત સાંભળો. જસ્ટિસ વિશ્ર્વનાથને કહ્યું હતું કે, આવી વધુ જાહેરાતોથી મતદારોને નહીં પરંતુ માત્ર તમને જ ફાયદો થશે.
જસ્ટિસ મહેશ્ર્વરીએ કહ્યું કે મહેરબાની કરીને અહીં કેસ ના ચલાવો. બિનજરૂરી બાબતોની જરૂર નથી. ચૂંટણી ન લડવાનું કહેતા નથી. માફ કરશો અમને રસ નથી. પટવાલિયાએ કહ્યું કે તેઓ અરજી પાછી ખેંચવા માંગે છે. કોર્ટે આને મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે ભાજપને કહ્યું કે તમારો પ્રતિસ્પર્ધી તમારો દુશ્મન નથી.
ટીએમસીએ ભાજપની જાહેરાતોને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવી હતી. ટીએમસીએ દાવો કર્યો હતો કે ભાજપે તેની જાહેરાતમાં પાર્ટી અને કાર્યકરો પર ખોટા આરોપો લગાવ્યા છે. મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો હતો. ચૂંટણી પંચે ભાજપને નોટિસ પાઠવીને કહ્યું હતું કે, આવી જાહેરાતો મીડિયામાં પ્રકાશિત ન થવી જોઈએ. આ પછી મામલો કલકત્તા હાઈકોર્ટની સિંગલ બેંચમાં પહોંચ્યો હતો. કોર્ટે તેના પર ૪ જૂન સુધી પ્રતિબંધ મૂક્યો છે. ભાજપે અપીલ દાખલ કરી હતી. હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી.
બીજેપીએ કહ્યું કે કલકત્તા હાઈકોર્ટે તેનો પક્ષ સાંભળ્યા વિના એક્તરફી આદેશ આપ્યો છે. રાજ્ય સરકારના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતી આ જાહેરાત હકીક્તો પર આધારિત છે. જેને જોતા ભાજપે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.ટીએમસીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કેમ જાહેરાતમાં અમારી પાર્ટી અને કાર્યર્ક્તાઓ પર પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા છે. આને સત્ય સાથે કોઈ લેવાદેવા નથી. ૨૦ મેના રોજ કલકત્તા હાઈકોર્ટની સિંગલ બેન્ચે ભાજપને ૪ જૂન સુધી આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતી જાહેરાતો પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેની સામે ભાજપે ડિવિઝન બેંચનો સંપર્ક કર્યો હતો, પરંતુ અહીં પણ તેમને રાહત મળી નથી.