મુંબઇ,
અક્ષયકુમારની ઇચ્છા છે કે તે તેના દીકરા આરવને ફિલ્મો દેખાડવા માગે છે, પરંતુ તેને ફિલ્મો જોવામાં ઇન્ટરેસ્ટ નથી. તે માત્ર તેની સ્ટડી પર યાન આપવા માગે છે. અક્ષયકુમાર અને ટ્વિક્ધલ ખન્નાને આરવ અને નિતારા નામનાં બે બાળકો છે. દીકરાને ફિલ્મો દેખાડવા વિશે અક્ષયકુમારે કહ્યું કે ‘હું મારા દીકરાને ફિલ્મો દેખાડવા માગું છું, હું તેને ફિલ્મો વિશે કહેવા માગું છું પરંતુ તેને ફિલ્મો નથી જોવી.
હું તેને એની પાછળનો પરિશ્રમ દેખાડવા માગું છું, પરંતુ તેને એ બધું કાંઈ નથી જોવું. તે માત્ર પોતાનું કામ કરવા માગે છે. તેને સ્ટડી કરવી છે અને ફૅશન-ડિઝાઇનિંગ કરવું છે.’યુવાનોને સલાહ આપતાં અક્ષયકુમારે કહ્યું કે લાઇફમાં તમારે જે કાંઈ પણ બનવું હોય એના પ્રત્યેનું વિઝન સ્પષ્ટ રાખજો.