અમદાવાદ, સામાન્ય દિવસોમાં તુવેરની દાળ રૂ.૮૦ની કિલો મળતી હતી તે અત્યારે રૂ.૧૯૦ની મળી રહી છે. ઉનાળામાં અસહ્ય ગરમીને લીધે નાળિયેરની અછત ઉભી થતા ભાવોમાં વધારો થયો છે. સામાન્ય દિવસોમાં નાળિયેર રૂ.૪૦ થી ૪૫માં મળતા હતા તે અત્યારે રૂ.૭૦ થી ૯૦માં મળી રહ્યા છે. જેમાં મોટું નાળિયેર રૂ.૧૦૦માં મળી રહ્યું છે. આ ઉપરાંત લીલા શાકભાજીની આવક ઓછી થઈ છે જેના લીધે શાકભાજીના ભાવોમાં પણ કિલોએ રૂ.૨૦ સુધીનો વધારો થઈ ગયો છે. કઠોળના ભાવો વધવાને લીધે ગુજરાતી ભાણામાંથી હવે કઠોળ ગાયબ થઈ ગયા છે.
આમ ખાણી-પીણીના ભાવોમાં આસમાને પહોંચી ગયા હોવા છતાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં રહેતા હોવાથી છેલ્લા ઘણા સમયથી કેટલાક લેભાગુ તત્ત્વો કઠોળ અને શાકભાજીમાં કૃત્રિમ ભાવ વધારો કરી રહ્યાં છે. જેના લીધે ગૃહિણીના બજેટ ઉપર સીધી અસર જોવા મળી છે. ગૃહિણીઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, હવે કયાં સુધી અમે ધીરજ રાખીએ, મોંઘવારી ઘટવાનું નામ લેતી નથી. ઊલટાનું મોંઘવારી વધતી જાય છે. બીજી તરફ અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને તોલમાપ વિભાગમાં અપુરતા સ્ટાફને લીધે બજારમાં કોઈ તપાસ કરવા જતા નથી જેના લીધે લેભાગુ વેપારીઓ કિંમતમાં કૃત્રિમ ઉછાળો લાવીને પ્રજાને છેતરી
ખાંડમાં કિલોએ રૂ.૪ સુધીનો વધારો આવ્યો છે. સામાન્ય દિવસોમાં ખાંડ રૂ.૪૦ની મળતી હતી તેના હાલમાં રૂ.૪૨ થી ૪૪ કિલો થયા છે. જયારે ઘરમાં વાપરવામાં આવતી મોટા દાણાની ખાંડ રૂ.૫૨ થી ૫૮ મળી રહી છે.સામાન્ય દિવસોમાં લીંબુ રૂ.૪૦ના કિલો મળતા હતા. પરંતુ ઉનાળામાં લીંબુનો ઉપાડ વધતા અચાનક બજારમાં લીંબુની આવક ઓછી થઈ જતા હાલ રૂ.૧૩૦ના કિલો હોલસેલમાં મળી રહ્યા છે. જયારે છુટક લીંબુ એક કિલો રૂ.૨૦૦માં મળી રહ્યા છે. આગામી દિવસોમાં ભાવોમાં હજુ ઉછાળો આવી શકે છે તેમ શાકભાજીના વેપારી જણાવી રહ્યા છે.
ચણાની દાળના ભાવો વધતા ફરસાણના ભાવ વધી ગયા છે. ચોળાફળી રૂ.૨૦૦ની કિલો મળતી હતી તેના ભાવ વધી રૂ.૪૫૦થી ૫૦૦ થયા છે. ફાફડા, વણેલા ગાંઠિયા રૂ.૪૦૦થી ૫૦૦ કિલો લેખે વેચાય છે. નાયલોન ખમણ રૂ.૨૫૦માં વેચાય છે. વાટીદાળના ખમણ રૂ.૨૬૦ થી ૩૦૦ કિલો વેચાય છે. ઉપરાંત દહીંવાળા ખમણ રૂ.૩૨૦ કિલો વેચાઈ રહ્યાં છે.