ગેમઝોન બનાવવા જે મટેરિયલનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઝડપી આગ પકડી લે છે,પૂર્વ ચીફ ફાયર ઓફિસર

અમદાવાદ, રાજકોટના નાનામોવા રોડ પર ગેમઝોનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ૩૨ લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. સયાજી હોટલ પાસે ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભયંકર હતી કે એક કિમી સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. આગ લાગતા ગેમઝોન બળીને ખાખ થયો છે.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. અગાઉ અમદાવાદના ગેમઝોન પણ આગ લાગી હતી, ત્યારે અમદાવાદ બાદ રાજકોટના ગેમઝોનમાં આગ લાગતા અનેક સવાલો ઉઠાવ્યા છે. અનેક ઘટનાઓ બાદ કેમ કાળજી લેવાતી નથી ?

આ અંગે પૂર્વ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે કહ્યું કે, ગેમઝોન બનાવવામાં ફેબ્રિકેશન સહિત એવા મટેરિયલનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઝડપી આગ પકડી લે છે. આ ઉપરાંત ગેમઝોનમાં વપરાતા રમતગમતના સાધનો રબર અને પ્લાસ્ટિકના બનેલા હોય છે, જેમાં ઝડપથી આગ ફેલાય છે. ગેમઝોનમાં પર્યાપ્ત માત્રામાં ફાયર સેટીના સાધનો તથા ઈમરજન્સી ગેટ હોવા જોઈએ.