રાજકોટ, રાજકોટની ગોઝારી ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે, આ ઘટનામાં ૩૨ લોકોના જીવ ગયા છે અને ઘણાં પરિવારોને આ ઘટના ડામ આપી ગઈ છે. નોંધનીય છે કે આ ઘટના બન્યા બાદ મોડી રાત સુધી અને સવારે પણ જરુરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમના મોત થયા છે તેમની પણ ઓળખની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ઘટના સ્થળ પર રાત્રે ૩ વાગ્યે હાજર રહેલા પરેશ ધાનાણીએ આ મામલે નિંદા વ્યક્ત કરીને કેટલાક મોટા આક્ષેપો કર્યા છે.
પરેશ ધાનાણીએ આ ઘટનાને હૃદય ચીરી નાખનારી ગણાવી છે, તેમણે કહ્યું કે, ગેમ ઝોન પાછ ૩-૪ વર્ષથી ચાલી રહ્યો છે. કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી વગર.. કોર્પોરેશનની મંજૂરી વગર.. મનોરંજન વિભાગની મંજૂરી વગર.. પોલીસની મંજૂરી વગર.. ફાયર સેટિ વિભાગની મંજૂરી વગર.. ગેમ ઝોન ધમધમી રહ્યો હતો.
પરેશ ધાનાણીએ અહીં પહોંચ્યા લોકોની પાસેથી માહિતી એકઠી કરી હતી, જેમાં તેમણે કહ્યું કે લોક મુખેથી જાણવા મળ્યું કે ગેમઝોનમાં શુક્રવારે સામાન્ય આગની ઘટનાએ સંકેત આપ્યા હતા. સામાન્ય આગની ઘટના બાદ પોલીસ અને ફાયર વિભાગે મુલાકાત લીધી હતી. જો શુક્રવારે જ સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા હોય તો આ ઘટનાને રોકી શકાઈ હોત.
તેમણે ગેમઝોનની ફાયર સેફ્ટી સહિત ઈમર્જન્સી એન્ટ્રી એક્ઝિટની રચના અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, આ બે માળના ગેમઝોનમાં ઉપર જવા અને નીચે આવવા માટે માત્ર એક જ સીડી હતી, આ સીડી પાસે જ આગની ઘટના બની હતી. જેના કારણે ઉપર જે લોકો હતા તે ફસાઈ ગયા હતા.આ ઘટનામાં મોતને ભેટેલા બાળકો સહિતના લોકોની ઓળખ કરવી પણ મુશ્કેલ છે, જે મૃતદેહ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે તેમના ડ્ઢદ્ગછ ટેસ્ટ બાદ જ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે.