ગોધરા,ગોધરા તાલુકાના મોર્યા ગામે લગ્ન પ્રસંગના વરધોડામાં ડી.જે.ના તાલે ઝુમવા માટે કેટલાક યુવાનો મારક હથિયારો સાથે ડાન્સ કરતા હોય તેવા વિડીયો સોશયલ મીડીયામાં વાયરલ થતાં કાંકણપુર પોલીસે તપાસ હાથ ધરી 6 યુવાનો વિરૂદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નસરાની મોસમ ચાલી રહી છે. ત્યારે આવા લગ્ન પ્રસંગોમાં ડી.જે.ના તાલે નાચવા કુદવામાં કાયદાની ઐસી તૈસી કરી નાખતા હોય છે. તેવો કિસ્સો ગોધરા તાલુકામાં સામે આવ્યો છે. મોર્યા ગામે લગ્ન પ્રસંગનો વરધોડો નિકળેલ હોય ત્યારે ડી.જે.ના તાલે નાચવાના તાલે ચઢેલ કેટલાક યુવાનો પોતાના હાથમાં ધારીયુંં, ફરસી, દંડાઓ લઈને જાહેરમાં ડાન્સ કરતા હોય તેવો વિડીયો સોશીયલ મીડીયામાં વાયરલ થયો હોય જેને લઈ કાંકણપુર પોલીસે સોશીયલ મીડીયામાં વાયલ વીડીયો મોર્યા ગામનો હોય અને સરેઆમ કાયદાનુંં તેમજ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થતો હોય જેને આધારે કાંકણપુર પોલીસ દ્વારા હાથમાં હથિયારો સાથે ડાન્સ કરતાં મેહુલ બાબુભાઈ ચૌહાણ, સંંજય નજીભાઇ સોલંકી, બાદલ ઉદાભાઇ ચૌહાણ, ક્રિપાલ રણવીરસિંહ વાળા, હિતેશ રાજેશભાઇ ચૌહાણ, જયવીર દિલીપસિંહ વાળા સામે જાહેરનામા ભંગની કાંકણપુર પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.