ગોધરા, રાજકોટમાં ગેમઝોનમાં આગ લાગવાના બનાવમાં બાળકો સહિત 28 લોકો સળગી જવાના ગોઝારા બનાવ બાદ રાજ્ય સરકાર દ્વારા ગેમઝોન બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે ગોધરામાં આવેલ ગેમઝોન ઉપર મામલતદાર, પોલીસ અને ફાયર વિભાગની સંયુકત ટીમ દ્વારા ગોધરામાંં ચાલતા ચાર ગેમઝોન સુચના મળે ત્યાં સુધી નોટીસ આપીને બંધ કરવામાં આવ્યા છે.
રાજકોટ ગેમઝોનમાં ફાયર સેફટી અને એન.ઓ.સી. વગર ધમધમતું હોય આ ગેમઝોનમાં આગની ગોઝારી ધટનામાં બાળકો સહિત 28 લોકો ભુંજાઈ જવાની ધટના બની છે. અ ધટના બાદ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યા તમામ ગેમઝોન બંધ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. જેને પગલે ગોધરામાં ચાલતા ગેમઝોન ઉપર ગોધરા મામલતદાર, શહેર પોલીસ અને ફાયર વિભાગની સંયુકત ટીમ દ્વારા ગોધરામં આવેલ ગેમઝોન અને મોટી સંખ્યામાં પબ્લિક ગેધરીંગ ધરાવતા સ્થળોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગોધરાના દાહોદ રોડ ઉપર ડોમમાંં ચાલતા ગેમઝોન, ડી માર્ટ મેગા સ્ટોલમાં ડોમ ઉભો કરીને બનાવવામાંં આવેલ ગેમઝોન ઉભો કરવામાં આવ્યો. આ ગેમઝોનમાં કોઈપણ પ્રકારની ફાયર કે અન્ય વિભાગની એન.ઓ.સી. વગર ચાલતું હોવાનું તપાસ દરમિયાન સામે આવતાં તંત્ર દ્વારા ગેમઝોન સંચાલકને નોટીસ આપી ગેમઝોન બંધ કરવાનું સુચન કરાયું હતું. સાથે ડી માર્ટ સ્ટોલની તપાસ દરમિયાન ડી માર્ટમાં આવેલ તમામ એકઝીટ ડોર પર લોક મારેલા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ ફાયર વિભાગ અને તંત્ર દ્વારા તમામ ઈમરજન્સી એકઝીટ યોગ્ય રીતે સંંચાલિત કરવા સંંચાલક અને સ્ટાફને સુચન કરાયું હતું. ગોધરા શહેરમાં ચાલતા ચાર ગેમઝોનની મામલતદાર, શહેર પોલીસ અને ફાયર વિભાગની સંયુકત ટીમ તપાસ કરી ગેમઝોન નોટીસ આપીને સુચન ન મળે ત્યાં સુધી બંધ કરવામાં આવ્યા.