દાહોદ થી બે વર્ષ પૂર્વે જી.આર.ડી. જવાને સગીરાને ભગાડી જઈ તરછોડેલ સગીરા દેહવ્યપાર કરતાં દંપતિ હાથે ચડતા દેહ વેપારમાં ફસાયેલ સગીરાને પોલીસે છોડાવી પાંચ વ્યકિતઓને ઝડપ્યા

દાહોદ, દાહોદ માંથી બે વર્ષ પૂર્વે જીઆરડી જવાને 12 વર્ષની પ્રેમિકાને બગાડી લઈ જીઆરડી જવાને 12 વર્ષની સગીર વયની પ્રેમિકાને ભગાડી તરછોડી દીધા બાદ સુરતના એક વ્યક્તિએ સગીરા જોડે દુષ્કર્મમાં આચરી સગીરાને તરછોડી દીધી હતી. જે બાદ વેપાર સાથે સંકળાયેલા દંપતીના હથે ચડેલી સગીરાને ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે લઈ જઈ દેહ વેપાર જેવા નર્કાકારમાં ધકેલી દેવાય હતી.

જે બાદ અન્ય એક દલાલે બ્યુટી પાર્લર ની આડમાં દેહુ વ્યાપારનો ધંધો કરતી મૂળ નેપાલી યુવતી પાસે પહોંચાડી દેતા નેપાળી યુવતી દ્વારા પણ સગીરા જોડે દેહવેપાર કરાવી યોન શોષણ કર્યું હતું આ કેસમાં પોલીસે એક કડીને જોડી દાહોદ થી સુરત અને મુંબઈ, બાદ ઉત્તર પ્રદેશના વારાણસી સુધી તપાસનો ધમધમાટ કરી સગીરાને દેહવેપારમાંથી ચુંગાલમાંથી છોડાવી બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને ઝડપી ઇન્ટરસ્ટેટ હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ કર્યો છે સાથે સાથે છેલ્લા બે વર્ષથી યોન શોષણનો શિકાર થતી ફુલ જેવી સગીરાને નર્કમાંથી બહાર કાઢવામાં સફળતા સાપડી છે.

10 તારીખ 03.12.2022 ના રોજ જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા ઝાલોદ તાલુકાના ટીંબી ફળિયાના નિલેશ રસુલભાઈ ચરપોટે તેમના જ વિસ્તારની એક બાર વર્ષની સગીરાને પ્રેમિકા તરીકે ભગાડી લઈ જવાના ઇરાદે મોટરસાયકલ પર બેસાડી આપહરણ કરી દાહોદ બસ સ્ટેશન મુકામે લઈને આવ્યો હતો. જ્યાં સુરત જતી બસમાં આ સગીરાને એકલી બેસાડી હું પાછળથી આવું છું તેમ કહી સુરત જવા રવાના કરી હતી. પરંતુ આ જી.આર.ડી જવાન સુરત ગયો નહોતો. જેના પરિણામ સ્વરૂપ દુનિયાદારી થી અજાણ આ 12 વર્ષની બાળકી એકલી સુરત મુકામે પહોંચે છે. જ્યાં રાહુલ ઉર્ફે સત્યમ નામક યુવક આ બાળકીને એક હોટલમાં લઈ જાય છે . અને તેની જોડે દુષ્કાળમાં આશરે છે ત્યારબાદ આ આશા ગીરાના પોતાના ઘરે જવા માટે ઉંધના રેલ્વે સ્ટેશન જવાનું કહી ત્યાંથી જતો રહેશે. દુનિયાદારીથી અજાણ આ સગીરા એકલી અટૂલી ઉંદરના સ્ટેશને પહોંચે છે.

જ્યાં ઉત્તર પ્રદેશના બધોહી શેરપુર ગોપાલહ ગામનો આનંદસિંઘ તેજ બહાદુર સિંહ ઠાકુરની નજર આ બાળકી પર પડે છે. આ બાળકીને આનંદસિંઘ સ્વેટર અપાવી પોતાના ઘરે લઈ જાય છે. જ્યાં પહેલેથી જ આનંદસિંહ જોડે લીવ ઈન રિલેશનશિપ માં રહી દેહવ્યાપારનો ધંધો કરતી પૂજા ઉર્ફે સારીયા વસીમ પઠાણને મળે છે. ત્યારબાદ આ બંને આ બાળકીને એક દિવસ સુરત રાખ્યા બાદ ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે લઈ જાય છે. જ્યાં આ બાળકીને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવે છે. એકાદ વર્ષ આ બાળકીનું શોષણ કર્યા બાદ આનંદસિંગ તેના ઓળખીતા વિરેન્દ્રસિંહને આ બાળકીને સોંપી દે છે. આ બાળકી ઉપર અત્યાચાર અહીંયા પણ અટક્યો નહોતો. વિરેન્દ્રસિંહ પણ પોતાની વાસનાનો શિકાર બાળકીને બનાવે છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશના મુગલસરાયે રામનગર ખાતે રહેતી આકાંક્ષા નવાબ અલી હુસેન પઠાણ જે મૂળ રહેવાસી નેપાલની છે. આ આકાંક્ષા બ્યુટી પાર્લરની આડમાં દેહ વ્યાપારનો ધંધો કરતી હોય આ બાળકીને ફરી દેહ વ્યાપારના નર્કમાં જોખી દેવામાં આવે છે.

ત્રણેક મહિના બાદ વિરેન્દ્રસિંહ યાદવ આ બાળકીને પરિવારજનોને મેળવવા માટે સંપર્ક કરે છે. આ દરમિયાન 2022 થી આ કેસની તપાસ કરતી દાહોદ પોલીસ 2022 માં સુરત મુંબઈ સુધી તપાસતો ધમધમાટ કરે છે, પરંતુ કોઈક સફળતા મળતી નથી. આ વખતે દાહોદ પોલીસ સક્રિય બને છે અને દાહોદ આવેલા વિરેન્દ્રસિંહ ને ઝડપી પૂછપરછ હાથ ધરીએ છીએ જેમાં ચોકાવનારા ખુલાસા થાય છે. હ્યુમન ટ્રાફિકિંગ જેવા હૃદય કંપાવનારા આ બનાવમાં પોલીસે દેવ વ્યાપાર સાથે સંકળાયેલી બંને યુવતીઓ, આનંદસિંઘ તે જ બહાદુરસિંહ ઠાકુર, રાહુલ ઉર્ફે સત્યમ તેમજ વિરેન્દ્ર સિંગ યાદવ સહિત પાંચ વ્યક્તિઓ હવે પોલીસ પકડમાં છે જ્યારે પ્રેમ સંબંધમાં આ બાળકીને ભગાડી જનાર મુખ્ય આરોપી જીઆરડી જવાન નિલેશ ચરપોટ પોલીસ પકડથી દૂર છે. હવે પોલીસની ટીમો તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.