- દેવગઢ બારીયા સિવિલ હોસ્પિટલ ખાતે પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાતા લોકો વેચાતું પાણી પીવા બન્યા મજબુર.
દાહોદ, દેવગઢ બારીયા નગરમાં આવેલ સ્વ. જયદીપસિંહજી ચૌહાણ સરકારી હોસ્પિટલમાં પીવાના પાણીની ભારે સમસ્યા સુવિધા માટે સિવિલ હોસ્પિટલ ખાતે સરકારની તિજોરીની લાખ્ખો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય છે. તે નાણાંનો દૂર ઉપયોગ થઈ રહ્યો હોય તેમ જોવાઇ રહ્યું છે. જેમાં ગરીબ દર્દીઓની સુવિધા માટે લાખ્ખો રૂપિયાના ખર્ચે ફ્રીજો મુકવામાં તો આવ્યા છે. પરંતુ હોસ્પિટલના મેનેજમેન્ટ કરતાં અધિકારીઓ દ્વારા ગરીબ દર્દીઓને આપવામાં આવતી મુશ્કેલીઓને ગરીબ જનતા માફ નહિ કરે અને ગરીબ જનતાની વ્હારે આવી. કોઈ વ્યક્તિ દ્વારા હક્ક અને લાગણીની વાત સિવિલના સત્તાધીશોને કરતાં સત્તાધીશો શાંતિ પૂર્વક જવાબ આપતાં નથી અને સિવિલ સ્ટાફને વાત કરતાં કહેવામાં આવે છે. કે, આવું બધું હમારામાં નથી આવતું તો ?.. ગરીબ જનતા કહે તો કોને કહે આ તમામ બાબતોને લઈ અચાનક ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરી ગરીબ જનતાને પૂરતી સુવિધાઓ મળી રહે તેવી માંગ સાથે સાથે જે અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવાં આવતી હોવા છતાં પણ બહેરા અને મૂંગા અધિકારીઓ ભાનમાં નથી આવતાં