મલેકપુર, પરમવીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે કુંડા વિતરણ કરાયાં. અબોલા પક્ષીઓ માટે કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું. દરેક ઘરે પક્ષીઓ માટે પાણીના ઢીબ (કુંડા)નો નિશુલ્ક વિતરણ પરમવીર ચેરીટેબલ ટ્રસ્ટ, ગાયત્રી પરિવાર મલેકપુર અને એનિમલ હેલ્થ ફાઉન્ડેશન ના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી પીવા માટે પરમવીર ચેરીટેબલ ટ્રસ્ટ, ગાયત્રી પરિવાર મલેકપુર અને એનિમલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા લુણાવાડા અને મલેકપુર માં કુંડા વિતરણ કરાયા હતાં. કાળજાળ ગરમીમાં અબોલા પક્ષીઓને પીવાનું પાણી મળી રહે અને પક્ષીઓ પોતાની તરસ છીપાવી શકે તેવા સારા ઉદ્દેશથી લુણાવાડામાં પોસ્ટ ઓફિસ અને ગાયત્રી શક્તિપીઠ મલેકપુર પાસે પરમવીર ચેરીટેબલ ટ્રસ્ટ , ગાયત્રી પરિવાર તથા એનિમલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. લોકો પોતાના ઘરની બહાર પાણીના કુંડામાં પાણી ભરી લટકાવી શકે અને અબોલા પક્ષીઓની તરસ છિપાવી શકે તે માટે મોટી સંખ્યામાં લોકો પાણીના કુંડા લેવા માટે આવ્યા હતા. પરમવીર ચેરીટેબલ ટ્રસ્ટ , ગાયત્રી પરિવાર મલેકપુર અને એનિમલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા ઉનાળાના ધોમધખતા તાપમાં, ગરમીની વચ્ચે અબોલા પક્ષીઓ માટે કુંડાનું નિશુલ્ક વિતરણ સંતરામપુર નગરમાં કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાય સમયથી ઉનાળાની ગરમીની વચ્ચે પક્ષીઓને પાણી પીવાની સમસ્યા જોવા મળતી હોય છે, ત્યારે નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અત્યાર સુધી 5000 થી ઉપર કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે તથા મહિસાગર જીલ્લાના વિવિઘ તાલુકા અને ગામોમાં જેવા કે સંતરામપુર, લુણાવાડા, મલેકપુર, લીંબડીયા, વિરણીયા, વીરપુર, વરઘરી, લાડવેલ, કોઠંબા, ચાવડિયા, જેવા વિવિઘ ગામોમાં કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું
મલેકપુર ગાયત્રી શક્તિપીઠ ખાતે પરમવીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે કુંડા નું વિતરણ કરવામાં આવ્યું છે તે તસ્વીરમાં નજરે પડે છે