મલેકપુર, ખાનપુર તાલુકાના વડાગામ પાસે મીની ટ્રાવેલ્સ પલટી મારી હતી. ટ્રાવેલ્સમાં 17 લોકો સવાર હતા તમામ લોકો નવસારી જીલ્લાના વતની છે .
ખાનપુર તાલુકાના વડાગામ અને ગાગટા ગામ પાસે આ બનાવ બન્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ચારધામની યાત્રા પર યાત્રિકો નીકળ્યા હતા. જ્યાં યાત્રા પુરી કરી પરત જતા આ ઘટના બની હતી. આ મીની ટ્રાવેલ્સ માં મહિલા પુરૂષો સહિત નાના બાળકો સવાર હતા તમામ લોકો નવસારી જીલ્લાના વતની છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર 10 લોકોને ઈજાઓ પહોંચી છે.
આ અકસ્માતની ઘટનાં બનતા જ 108 એમ્બ્યુલન્સ માં તમામ ઈજાગ્રસ્તોને લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાની માહિતી મળી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એક કાર ઓવરટેક કરતા બેલેન્સ બગડ્યું હતું. જેને લઈ આ મીની ટેમ્પો ટ્રાવેલ્સ રોડની સાઈડમાં ઉતરીને પલટી ખાઈ ગઈ હતી.