ભારત સામે ટી ૨૦-વન-ડે શ્રેણી માટે ન્યુઝીલેન્ડ ટીમનું એલાન: બે ખેલાડીને પડતા મુકાયા

નવીદિલ્હી,

ન્યુઝીલેન્ડે ભારત વિરુદ્ધ ત્રણ-ત્રણ મેચોની વન-ડે અને ટી-૨૦ શ્રેણી માટે પોતાની ટીમનું એલાન કરી દીધું છે. કેપ્ટન કેન વિલિયમસન પહેલાંની જેમ જ ન્યુઝીલેન્ડનું નેતૃત્વ કરશે પરંતુ અનુભવી ઓપનિંગ બેટર માટન ગપટીલ અને ડાબા હાથના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટને પડતાં મુકી દેવામાં આવ્યા છે.

ન્યુઝીલેન્ડ ટીમે તાજેતરના દિવસોમાં માટન ગપટીલના સ્થાને યુવા બેટર ફિન એલેનનો ઉપયોગ કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. એલનને ફરીવાર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ન્યુઝીલેન્ડના કોચ ગેરી સ્ટીડે કહ્યું કે, બોલ્ટ અને ગપટીલને બહાર કરવા એક કપરો નિર્ણય હતો પરંતુ આ બન્ને માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીના દ્વાર ખુલ્લા છે. તેમણે કહ્યું કે જ્યારે ટ્રેન્ટે ઑગસ્ટમાં ન્યુઝીલેન્ડ ક્રિકેટનો કરાર ઠુકરાવ્યો હતો તો અમે સંકેત આપ્યો હતો કે એ ખેલાડીઓને પ્રાથમિક્તા આપવામાં આવશે જેની પાસે કેન્દ્રીય કે ડૉમેસ્ટિક કરાર છે અને અહીં એવું જ કરવામાં આવ્યું છે.

૫૦ ઓવરના વર્લ્ડકપ આડે એક વર્ષ કરતાં ઓછો સમય બાકી રહ્યો છે. અમે ફિનને વન-ડે ક્રિકેટનો અનુભવ મળી રહે તે માટે તક આપવા માંગીયે છે અને તેમાં પણ ખાસ કરીને ભારત જેવી ટીમ સામે. આ બન્ને ખેલાડીઓ માટે સંદેશ એ જ છે કે આગળ ઘણું બધું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છે અને તેના માટે દરવાજા હજુ બંધ થયા નથી.

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ શ્રેણી માટે ભારતે પોતાની ટીમનું એલાન પહેલાંથી જ કરી દીધું હતું. કોહલી, રોહિત શર્મા, રાહુલ, કાતક, અશ્ર્વિન, શમી જેવા મોટા ખેલાડીઓ આ શ્રેણીનો હિસ્સો નથી. આ ટૂર્નામેન્ટમાં ટી-૨૦ ટીમની કેપ્ટનશિપ હાદક પંડ્યા કરશે તો શિખર ધવનને વન-ડે ટીમની જવાબદારી સોંપવામાં આવી છે.

ન્યુઝીલેન્ડની ટી ૨૦ ટીમ

કેન વિલિયમસન (કેપ્ટન)

ફિન એલન

માઈકલ બ્રેસવેલ

ડેવોન કોન્વે

લૉકી ફર્ગ્યુસન

ડેરિલ મીચેલ

એડમ મિલ્ને

જીમી નિશમ

ગ્લેન ફિલિપ્સ

મિચેલ સેન્ટનર

ઈશ સોઢી

ટીમ સાઉધી

બ્લેયર ટિકનર