ધોધંબા, પંચમહાલ જીલ્લા ખાણ ખનીજ વિભાગની અસરકારક કામગીરીના કારણે ખનીજ માફીયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખનનનું વહન કરવા માટે સો વખત વિચાર કરવો પડે છે કેમ કે જીલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ આકરી કાળઝાળ ગરમી વચ્ચે પણ પોતાનું ચેકીંગની કામગીરી અવિરત ચાલી રાખી છે. ત્યારે ઘોઘંબા તાલુકાના સીમલીયા નિકોલા વચ્ચેથી પસાર થતી ગોમા નદીના પટમાં ગેરકાયદેસર રીતે ઉંલેચી રહ્યાની બાતમી આધારે બતામીવાળી જગ્યાએ રેડ દરમિયાન ગેર કાયદેસર રીતે સાત ટ્રેક્ટરમાં રેતી ભરીને જઈ રહેલા સાત ઈસમોની અટકાયત કરી 35 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.
પંચમહાલ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફીયાઓ દ્વારા ગેરકાયદે ખનીજનું ખનન અને વહન કરવાની પ્રવૃતિએ માઝા મુકી છે અને દિન પ્રતિ દિન બેરોકટોક રેતી,સફેદ પથ્થર, બ્લેક ટ્રેપ સહિત કુદરતી ખનીજનું બિન્દાસ પણે હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે પંચમહાલ જીલ્લા ખાણખનીજ વિભાગનાં અધિકારી નીરજ ગામીત અને તેમની ટીમે આકરી ગરમીમાં પણ પોતાની પેટ્રોલિંગની કામગીરી સતત ચાલી રાખી અને ખનન માફિયા ઉપર વોચ ગોઠવી તેમની દરેક હિલચાલ ઉપર નજર રાખવામાં આવી છે. ત્યારે ઘોઘંબા તાલુકાના સીમલીયા નિકોલા વચ્ચેથી પસાર થતી ગોમા નદીના પટમાં ગેર કાયદેસર રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. તે બાતમીના આધારે પંચમહાલ જીલ્લાની ખાણ ખનીજ ની ટીમ ઘોઘંબા તાલુકાના સીમલીયા નિકોલા ગામમાંથી પસાર થતી ગોમાં નદીના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ભરી રહેલા સાત ટ્રેક્ટર સાથે સાત ઈસમોની અટકાયત કરી અને 35 લાખનો મુદ્દામાલ કબજે કરી અને ટ્રેક્ટર ચાલક સાત ઇસમોની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે પકડાયેલ સાત ટ્રેક્ટરને ગોધરા કલેકટર કચેરી ખાતેથી સીઝ કરીને મૂકવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.