મોરવા હડફ- આધારકાર્ડ ધારકો ધોમધખતી ગરમીમા પરેશાન,કેવાયસી અપડેટ સહિતની કામગીરી માટે લાબી લાઈનો

ગોધરા,પંચમહાલ જીલ્લાના મોરવા હડફ ખાતે આધારકાર્ડ અને કે.વાય.સી કરાવવા માટે કાર્ડધારકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, ત્યારે આધાર કાર્ડ કેન્દ્ર ઉપર ઓપરેટરો વધારવાની સ્થાનિક લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે. એકબાજુ આકરી ગરમી પડી રહી છે અને બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો પોતાની ખેતીની કામગીરી બગાડી આધાર કાર્ડ કેન્દ્ર ઉપર આવે છે, પરંતુ પૂરતા સમયમાં આધાર કાર્ડ ની લાગતી કામગરી ન થતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

મોરવા હડફ તાલુકામાં આવેલા સ્વર્ણિમ હોલ ખાતે આધારકાર્ડ કેન્દ્ર ઉપર આજુબાજુના ગામના અરજદારો પોતાના નામ, અટક, જન્મ તારીખ સહિતની બાબતોમાં વિસંગતતાઓથી સમસ્યાઓ આવી રહી છે. ત્યારે કેવાયસી કરવા તથા નવા આઘાર કાર્ડ કરવા માટે આવે છે. ત્યારે મોરવા હડફ તાલુકામાં સ્વર્ણિમ હોલ ખાતે નવું આધારકાર્ડ કઢાવવા તેમજ સુધારા કરાવવા માટે લાંબી લાઈનો લાગી હતી. આસપાસના ગામોમાંથી આવતા નાગરિકો અહીંયા આધારકાર્ડ માટે આવતા હોય છે. જેમાં તેઓ ખેતીવાડીનું કામ બગાડી સરકારી કામ માટે આવે છે. આજુબાજુ ના ગામડા ના નાગરિકો પણ તાલુકા પંચાયતમા આધારકાર્ડના કામ માટે આવતા હોય છે. જેના કારણે લાંબી ભીડ થયેલી જોવા મળે છે.

આધારકાર્ડના કામ માટે સમયનો વ્યય કરી લાંબા સમય સુધી લાઈનોમાં ઉભા રહેવું પડતું હોય છે, પરંતુ તંત્ર દ્વારા ઓપરેટરો વઘારવામાં ના આવતાં હોવાથી સ્થાનિકોને તથા તાલુકા માંથી આવતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે અને તમામ દિવસોમાં ઓપરેટરોને વઘારવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જેના કારણે લાંબા સમય સુધી આધારકાર્ડના કામ માટે સમયનો વ્યય કરવો ન પડે અને ઝડપી કામગીરી કરવામાં આવે તો ખેડૂતોએ પોતાના સમયનો વ્યય કર્યા વિના ઝડપથી કામ પતાવી પરત ફરી પોતાના ખેતીના કામે લાગી શકાય તેવું સ્થાનિક લોકોની લાગણી અને માગણી છે.