દે.બારીયા, દે.બારીયા નગર પાલિકાના વહિવટી તંત્રના દ્વારા પ્રિમોન્સુનની કામગીરી જેવી કે, ગંદાપાણીની કાંસો, વરસાદી પાણીના નિકાલ માટેની કાંસો મૌન્સુનના આવતા પહેલા સુધી સાફસફાઈની કામગીરીનું કાર્ય હાથ ધરાયું છે. ગંદાપાણીની કાંસો જે આવેલી છે. જાની ફળીયા થી ભે ફળીયા, ભે દરવાજા સુધી ગંદા પાણીની કાંસને વર્ષમાં મૌન્સુન આવતા પહેલા સાફ કરી હતી. જે હાલમાં કાદવ કીચડ થી ભરાઈ ગઈ છે. તેને સંપૂર્ણ તેમાંથી કાદવ કીચડ કાઢીને પાળ ઉ5ર નાખવાને બદલે ટે્રકટરમાંં ભરીને ડમ્પીંગ સ્ટેશનના સાઈડ ઉપર તે કચરાનો નિકાલ કરવામાં આવે તેવી આમ જનતાની માંગ સાથે અપેક્ષા પણ વહિવટી અધિકારી રાખે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા નગર પાલિકાના કર્મીઓ જાગ્યા ખરાં પરંતુ લેટ થયા છે. ચોમાસું માથે આવી રહ્યું છે. આખા શહેરની વરસાદી કાંસો ગંદાપાણીની કાંંસોની સફાઈ મૌન્સુન પહેલા સાફ થઈ શકશે નહિ તેવી વધારે કામદાર મૂકીને મૌન્સુન આવતા પહેલા ગંંદાપાણીની કાંસોના અંદરથી કચરાને ડમ્પીંગ સ્ટેશને નાખવાની વ્યવસ્થા કરવામાં આવે કાંસ માંથી નિકળતો કચરો પાળ ઉપર નાખવાના બદલે ટ્રેકટરના દ્વારા ડમ્પીંગ સ્ટેશન ઉપર તે કચરાનો નિકાલ થાય તો ફરી તે કચરો કાંસમાં પડી ના જાય તેની તકેદારી ખાસ રાખી પડશે. તેમજ કોન્ટ્રાકટરનો કોઈપણ રેખદેખ રાખવામાં આવતી નથી અથવા પાલિકાના સેનેટરી વિભાગનો માણપાણ હાજર રહેતા નથી. જેથી સાફસફાઈના કાર્યમાંં લાલીયાવેડી ચાલે છે. જેમાં અધુરી અધુરી ગંદા પાણીની કાંસોને સાફ સફાઈ થયા વગર બીલો પાસ કરવામાં આવે છે. તેવી આમ જનતામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. જેથી લાગતા વળગતા પદના અધિકારીઓ આ બાબતે ખાસ સંગ્યાન લેશે ખરાં કે પછી ચાલે છે. ચાલવા દોની નીતિ સાથે આંખ આંડા કાન કરવામાં આવશે તે યક્ષ પ્રશ્ર્ન છે.