ખડકી ટોલ નાકાના કર્મચારીઓની ભાઈગીરી વેજલપુર મહેલોલ ચોકડી ઉપર આવી રાજસ્થાનની એસ.ટી. ડ્રાયવરની ફેટ પકડી ઝપાઝપી કરતા મામલો પોલીસ મથકે પહોચ્યો

ગોધરા, ગોધરા વડોદરા હાઈવે ઉપર આવેલ ખડકી ટોલ નાકા ઉપર રાત્રે રાજસ્થાન પરિવહન નિગમની એસ.ટી. બસ જેનો રજીસ્ટ્રેશન નં. RJ-14-PF-9707 જયપુર વડોદરાના ચાલક ન્યુ ડ્રાયવર હોવાથી ફોરવહીલ ફ્રી લાઈન માંથી રાજસ્થાન પરિવહન નિગમની એસ.ટી. બસના ડ્રાયવરના ચાલકે પસાર કરતા ટોલ નાકા ઉપર હાજર કર્મચારીઓ બુમાં બૂમ કરતા એસ.ટી. બસના ચાલકે એસ.ટી. બસ થંભાવી દીધી હતી. ત્યારે ફરજ ઉપર હાજર ટોલ નાકાના માણસોને ટોલ નાકાના રોકડા રૂપિયા આપું છું. મને રોકડા રૂપિયાની પાવતી આપો તેવું એસ.ટી. ડ્રાયવર એ જણાવતા ટોલ નાકાના માણસો રોકડા રૂપિયાની પાવતી આપવાની સ્પષ્ટ ઈન્કાર કરતા એસ.ટી. ડ્રાયવરએ પણ પાવતી વગર રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો અને રાજસ્થાન પરિવહન નિગમ એસ.ટી. ચાલક પોતાની એસ.ટી. બસને વેજલપુર તરફ લઈને રવાના થયા હતા. જેથી ટોલ નાકાના માણસો એસ.ટી. બસની પાછળ પીછો કરી વેજલપુર મેહલોલ ચોકડી પાસે રાત્રીના સમયે મુસાફરો ભરેલ એસ.ટી. બસ થંભાવી એસ.ટી.બસના ચાલકને કોલર પકડી ઝપાઝપી કરી ભાઈગીરી ઉપર ઉતરી આવ્યા હતા. જેથી લોક ટોળા ઉમટી પડ્યા હતા અને એસ.ટી. બસના મુસાફરો પણ એસ.ટી. બસ માંથી ઉતરી પડ્યા હતા. જેથી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ ઘટણા સ્થળે દોડી આવી હતી અને તમામ હકીકત જાણી એસ.ટી. બસ મુસાફરો સાથે અને ટોલ નાકા નાકાના માણસોને પણ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં મુસાફરો એ પણ પોલીસને જણાવેલ કે ડ્રાયવરની કોઈ ભૂલ નથી. ડ્રાયવરએ ટોલ નાકાના નાણાં આપવાની વાત કરી હતી અને ટોલ નાકાના અધિકારીઓએ દાદાગીરી કરી હતી. જેથી ટોલ નાકાના માણસો ઉપર તમામ દોષનો ટોપલો આવતા કાયદેસરની કાર્યવાહીની વાત થતા ટોલનાકાના મેનેજર સહિત અનેક લોકો પોલીસ સ્ટેશનમાં આવી પોહચ્યાં હતા અને મામલો થાડે પાડી કોઈપણ પ્રકારની કાર્યવાહી કર્યા વગર એસ.ટી. બસને રવાના કરી હતી. જેથી અડધા કલાક થી વધુ મુસાફરો અટવાયા હતા.