મુંબઈ,
: સાઉથ એક્ટર મહેશ બાબૂના ઘરમાં ફરી એકવાર શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેના પિતા અને તેલુગૂ સુપરસ્ટાર કૃષ્ણાનું નિધન થઈ ગયુ છે. થોડા દિવસ પહેલા તેમને હાર્ટ અટેક અને શ્ર્વાસ લેવામાં તકલીફને લઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આશરે બે મહિના પહેલા તેની માતા ઈન્દિરા દેવીનું પણ નિઘન થયું હતું. આ વર્ષની શરુઆતમાં તેણે પોતાના મોટા ભાઈને પણ ખોઈ દીધો હતો. આવામાં આ વર્ષ મહેશ માટે પનોતી સાબિત થયું છે. એક્ટરના પરિવાર પર દુ:ખ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા. હજુ તો તે એક દુ:ખથી બહાર નથી નીકળ્યા ત્યાં ફરી પિતાના નિધનની ખબરે ઘરમાં ફરી શોકનો માહોલ બની ગયો છે.
મહેશ બાબુના પિતા અને સુપરસ્ટાર કૃષ્ણાને લઈને કહેવામાં આવી રહ્યુ છે કે, તેમણે પોતાના અંતિમ શ્ર્વાસ મંગળવારની સવારે ૪ વાગ્યે લીધા હતાં. તેમને હાર્ટ અટેક અને શ્ર્વાસ લેવામાં તકલીફના કારણે હૈદરાબાદના પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. કૃષ્ણાના નિધનથી ચોતરફ શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કૃષ્ણા ધટ્ટામનેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે એક્ટરના ઈન્ડસ્ટ્રીમાં ૫ દાયકામાં આપેલા યોગદાનને યાદ કર્યુ હતું. તેમના ફેન્સ પણ નિધનની ખબર સાંભળતા જ ઈમોશનલ થઈ ગયા છે. તેલુગૂ ઈન્ડસ્ટ્રીમાં પણ શોક છવાઈ ગયો છે. તેના સાથે જ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ પણ દિગ્ગજ એક્ટર કૃષ્ણાના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ છે.
મહેશ બાબુ માટે આ ખૂબ જ મુશ્કેલી ભર્યો સમય છે. પરિવાર એક ટ્રેજિડીમાંથી પસાર થઈ રહ્યુ છે. પિતાની પહેલા એક્ટરે પોતાની માતા ઈન્દિરા દેવીને ખોઈ દીધી છે. તેમના જવાના દુ:ખથી હજુ તો પરિવાર બહાર નથી નીકળી શક્યુ કે હવે તેમના માથા પરથી પિતાની છત્રછાયા પણ દૂર થઈ ગઈ છે. માતાના નિધને એક્ટરને ઘણું તોડી દીધું હતું. ત્યારે હવે પિતાનું નિધન કોઈ દુ:ખોના પહાડથી ઓછું નથી. મહેશ બાબૂ પોતાના માતા-પિતાની ખૂબ જ નજીક હતાં. સોશિયલ મીડિયા પર હંમેશા તેમની તસવીરો પણ શેર કરતા હતાં.
મહેશ બાબૂના પિતા કૃષ્ણ તેલુગૂ સિનેમાના ખૂબ જ જાણીતા એક્ટર હતાં. તે એક્ટરની સાથે-સાથે પ્રોડ્યુસર, ડિરેક્ટર અને રાજનેતા પણ હતાં. તે પદ્મવિભૂષણથી સન્માનિત હતાં. તેમણે ૫ દાયકામાં આશરે ૩૫૦ ફિલ્મોમાં કામ કર્યુ હતું, તેમને સુપરસ્ટારનું ટેગ પણ મળેલું છે. કૃષ્ણાએ પોતાના કરિયરની શરુઆત નાના પાત્રથી કરી હતી. ૧૯૬૧માં તેમણે ડેબ્યૂ કર્યુ હતું. લીડ એક્ટર રીતે તેમણે ૧૯૬૫માં ફિલ્મ થી કરી હતી. પ્રોફેશનલ લાઇફ સિવાય કૃષ્ણા પોતાની પર્સનલ લાઇફને લઈને પણ ઘણું ચર્ચામાં રહેતા હતાં. તેમણે બે લગ્ન કર્યા હતાં. પહેલા લગ્ન ઈન્દિરા સાથે અને બીજા લગ્ન વિજય નિર્માલાની સાથે કર્યા હતાં. ઈન્દિરાના પાંચ બાળક છે. તેમાંથી બે મોટા અને ત્રણ દીકરીઓ છે.