પાપુઆ ન્યુ ગિનીના ગામમાં ભૂસ્ખલન, ઓછામાં ઓછા ૧૦૦ લોકોના મોત

સિડની, પાપુઆ ન્યુ ગિનીના એક દૂરના ગામમાં ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા ૧૦૦ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઓસ્ટ્રેલિયન મીડિયાના જણાવ્યા અનુસાર, સ્થાનિક સમય અનુસાર સવારે ૩ વાગ્યે એન્ગા પ્રાંતના કાઓકલમ ગામ પાસે થયેલા ભૂસ્ખલનથી ઘણા ઘરો ધરાશાયી થયા હતા. રાહત કાર્યકરો અહીંથી લોકોને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે. અનેક મૃતદેહો પણ બહાર કાઢવામાં આવ્યા છે.

ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટર એબીસીએ પણ સ્થાનિક લોકોને ટાંકીને આ ઘટનાની માહિતી શેર કરી છે. કાઓકલમના એક વ્યક્તિએ ચેનલને જણાવ્યું કે લોકો માટે રાહત કાર્ય ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. ઘણા ભારે પથ્થરો, વૃક્ષો અને છોડ પડી ગયા છે. જેના કારણે ઈમારતોને નુક્સાન થયું હતું અને તે પણ પડી ગઈ હતી. જેના કારણે મૃતદેહો શોધવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

અન્ય એક મહિલા એલિઝાબેથ લારૂમાએ જણાવ્યું હતું કે નજીકની ટેકરી પરથી કાદવ અને વૃક્ષો પડતાં કેટલાંય મકાનો ધરાશાયી થયાં હતાં. આ તે સમયે થયું જ્યારે આખું ગામ ગાઢ નિંદ્રામાં હતું. તેમણે કહ્યું કે ગામના ૧૦૦ થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા છે.

આ ભૂસ્ખલનને કારણે ગામ પોરગેરા શહેરથી કપાઈ ગયું છે. આ શહેર તેની સોનાની ખાણો માટે પ્રખ્યાત છે. લારુમાએ કહ્યું કે રસ્તાઓ બંધ થવાને કારણે લોકો આવશ્યક જરૂરિયાતોના પુરવઠાને લઈને ચિંતિત છે, કારણ કે તે સ્પષ્ટ નથી કે કાટમાળ ક્યારે દૂર કરવામાં આવશે અને આવશ્યક વસ્તુઓ લોકો સુધી કેવી રીતે પહોંચશે. તેમણે પાપુઆ ન્યુ ગિની સરકાર અને દ્ગર્ય્ં ને તાત્કાલિક સહાય મોકલવા હાકલ કરી.