મેડ્રિડ, સ્પેનના મેજોર્કા ટાપુ પર મોડી રાત્રે એક રેસ્ટોરન્ટની છત તૂટી પડતાં ચાર લોકોનાં મોત થયાં અને ૨૭ લોકો ગંભીર રીતે ઘાયલ થયાં. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બીબીસી અનુસાર, આ ઘટના સ્થાનિક સમય મુજબ રાત્રે ૮ વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે ૧૧:૩૦ વાગ્યે) બની હતી.સ્પેન અને મેજોર્કા દ્વીપ વચ્ચેનું અંતર અંદાજે ૭૫૦ કિલોમીટર છે.
પોલીસના જણાવ્યા અનુસાર, રેસ્ટોરન્ટ ત્રણ માળની હતી, જેનો એક કોલમ તૂટી પડ્યો હતો, જેના કારણે છતનો એક ભાગ નીચે પડી ગયો હતો. બચાવ દળનું કહેવું છે કે કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે.