પાકિસ્તાનના નવા સેના પ્રમુખ માટે પાંચ નામો ચર્ચામાં

  • શહજાદ સરકાર માટે બાજવાના ખાસ કે અન્ય બીજા કાબેલ સેના અધિકારીને પસંદ કરવાનો પડકાર
  • લેફિટનેંટ જનરલ અસીમ મુનીર સેના પ્રમુખ બનશે તો ઇમરાન ખાનની વાપસી થવી ખુબ મુશ્કેલ સાબિત થઇ શકે છે.

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનની શહબાજ સરકાર માટે નવા સેના વડાની નિયુક્તિ કરવાનું કામ સરળ રહેશે નહીં જનરલ બાજવા આ મહીને નિવૃત થઇ રહ્યાં છે.આવામાં શહબાજ સરકારનો પડકાર એ છે કે તે બાજવાના ખાસને પસંદ કરવા કે કોઇ બીજા કાબેલ સેના અધિકારીને પસંદ કરવા આવામાં હવે નવા સેના પ્રમુખ કોણ બનશે તેને લઇ રાજનીતિક વિવાદ ઉભો થયો છે.નવા સેના પ્રમુખને લઇ અનેક નામ સામે આવી રહ્યાં છે.આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન દાવો કરી રહ્યાં છે કે શહબાજ શરીફ અને આસિફ અલી જરદારી પોતાના ખાસ વ્યક્તિને જ સેના પ્રમુખ બનાવશે.

પાકિસ્તાનના નવા સેના પ્રમુખની નિયુક્તિની વચ્ચે પાકિસ્તાનના નવા સેના પ્રમુખની નિયુક્તિને લઇ જનરલ આસિમ મુનીર જનરલ સાહિર શમશાદ મિર્ઝા,જનરલ નૌમાન મહમુદ,જનરલ ફૈઝ હમિદ અને જનરલ અઝહર અબ્બાસના નામોની ચર્ચા છે.આ તમામ સંભાવિત દાવેદારોમાં સૌથી આગળ જેનું નામ ચાલી રહ્યું છે તે સાહિર શમશાદ મિર્ઝા અને અઝહર અબ્બાસ છે.આવામાં બંન્નેમાંથી કોઇ એકને નવા સેના પ્રમુખ બાજવાની જગ્યા લઇ શકે તેવી સંભાવના છે.

શહબાજ સરકાર માટે નવા સેના પ્રમુખ પસંદ કરવા સરળ નથી એક બાજુ જનરલ બાજવાએ ૨૯ નવેમ્બર સુધી પદ પર બની રહેવા માટે ઇન્કાર કરી દીધો છે. જયારે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન સતત માંગ કરી રહ્યાં છે કે જનરલ બાજવાને સેના પ્રમુખની પોસ્ટ પર બનાવી રાખવા જોઇએ આવામાં શરીફ માટે મોટો પડકાર હશ કે તે કોને સેના પ્રમુખ નિયુકત કરે.

પાકિસ્તાનમાં નવા સેના પ્રમુખના પહેલા દાવેદાર લેફિટનેંટ જનરલ અસીમ મુનીર છે.કહેવાય છે કે આ પીએમએલ એન સુપ્રીમો નવાજ શરીફના ખુબ ખાસ છે મુનીરને ઓકટોબર ૨૦૧૮માં ઇટેલીજેંસ ચીફ બનાવવામાં આવ્યા હતાં જો તે સેના પ્રમુખ બનશે તો ઇમરાન ખાનની વાપસી થવી ખુબ મુશ્કેલ સાબિત થઇ શકે છે.મુનીર જનરલ હાજવાના પ્રિય છે.સાહિર શમશાદ મિર્ઝાનું નામ પણ દોડમાં છે તે ખુબ પ્રભાવશાળી ઉમેદવાર છે વર્ષ ૨૦૧૯માં ઇમખાનની સરકાર દરમિયાન તેમને ચીફ ઓફ જોઇન્ટ સ્ટાફ નિયુક્ત કર્યા હતાં.મિર્ઝાને પૂર્વ વડાપ્રધાન ઇમરાન સામે સહાનુભૂતિ રાખનારા માનવામાં આવે છે.જયારે નૌમાન મહમુદની વાત કરવામાં આવે તો તેમને સખ્ત માનવામાં આવી છે.મહમુદને ઇન્ફેટ્રી રેજિમેંટના કમાંડિગ અધિકારી અને એક કોરના ચીફ ઓફ સ્ટાફમાં સામેલ કરવામાં આવ્યા હતાં. વર્તમાનમાં કોર કમાંડર ઇમરાન ખાનના સમર્થક છે.

જયારે નવા સેના પ્રમુખની નિયુક્તિને લઇ અઝહર અબ્બાસ ખુબ ચર્ચામાં ચાલી રહ્યાં છે આવામાં માનવામાં આવી રહ્યું છે કે તેમને નવા પાક સેના ચીફ બનાવી શકાય છે.તેઓ ભારતથી જોડાયેલા મામલામાં વધુ અનુભવ ધરાવે છે આ સમયે તે ચીફ ઓફ જનરલ સ્ટાફના પદ પર છે આ સાથે જ રાવલપિંડી ખાતે એકસ કોરની કમાન પણ તે સંભાળી ચુકયા છે તેમણે સેના પ્રમુખ પદના દાવેદારની યાદીમાં પહેલા સ્થાને જોવામાં આવે છે.