મારું ચીર હરણ થયું છે,પોલીગ્રાફ-નાર્કો ટેસ્ટ માટે તૈયાર, સ્વાતિ માલીવાલ

નવીદિલ્હી, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને દિહી કમીશન ફોર વિમેનના પૂર્વ અયક્ષ સ્વાતિ માલીવાલ સાથે દિલ્હી સીએમ હાઉસમાં કથિત રીતે થયેલી મારપીટ અંગે સતત આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઇ રહ્યા છે. દિલ્હીમાં લોક્સભા ચૂંટણી માટે મતદાન પહેલા સ્વાતિ માલીવાલે જણાવ્યું કે તે પોલીગ્રાફ-નાર્કો ટેસ્ટ માટે પણ તૈયાર છે. સ્વાતિએ કહ્યુ કે ‘મારું ચીરહરણ કરવામાં આવ્યું.’સ્વાતિ માલીવાલે ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું કે “મારી સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે, અત્યારે હું જે કંઈપણ અનુભવી રહી છું, હું પ્રાર્થના કરું કે ભગવાન કોઈ સાથે આવું ના કરે. મેં બધું ગુમાવી દીધું છે. મેં જે લોકો સાથે કામ કર્યું, જેમની સાથે હું ઉઠતી-બેસતીપ. તેઓએ મને ડરાવવા માટે શું શું નથી કર્યું, એ ઘરમાં મારું ચીરહરણ થયું છે હવે ત્યાં જ મારું ચરિત્ર હરણ કરવામાં આવી રહ્યું છે. હું સમજી શક્તી નથી કે આ કેવી રીતે થયું અને આવું કેમ થયું. કોઈની સાથે આટલું ખરાબ વર્તન કેવી રીતે થઈ શકે છે.આપના નેતાઓએ સ્વાતીએ લગાવેલા આરોપો નકારી કાઢ્યા હતા. સ્વાતિ માલીવાલે દાવો કર્યો કે પાર્ટી સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે બિભવ કુમાર પર ખોટા આરોપો લગાવ્યા છે.

સ્વાતીએ કહ્યું કે “મેં એફઆઈઆરમાં ક્યારે કહ્યું કે મારા કપડા ફાટી ગયા છે?મેં ક્યારે એફઆઈઆરમાં કહ્યું છે કે મારા માથામાં ઈજા થઈ છે?પ મારી સાથે જે થયું તે મેં જ લખ્યું છે. અને જો હું ખોટી હોઉં તો હું પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા તૈયાર છું, અને હું ઈચ્છું છું કે પોલીસ ટેસ્ટ કરે તો બધું સ્પષ્ટ થઈ જશે.” આપ નેતા આતિશીએ સ્વાતિ પર આરોપ લગાવ્યો હતો કે કેસને કારણે તેણે ભાજપના ઈશારે એફઆઇઆર દાખલ કરી હતી, સ્વાતિ માલીવાલે દાવો કર્યો હતો કે આ વાતમાં જરા પણ સત્ય નથી.

સ્વાતિએ કહ્યું કે “મારી વિરુદ્ધ ૨૦૧૬ માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, આ એકદમ ખોટો કેસ છે. આ કેસમાં કોઈ યોગ્યતા નથી. ૨૦૧૭ માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં મારી ક્યારેય ધરપકડ કરવામાં આવી નથી અને ક્યારેય ધરપકડ કરવામાં આવશે પણ નહીંપ કેસ થયા બાદ મને વધુ બે વાર દિલ્હી મહિલા આયોગમાં કાર્યકાળ આપવામાં આવ્યો હતો. તેથી આ બાબત એકદમ સ્પષ્ટ છે કે આ એકદમ ખોટો કેસ છે.”સાંસદ પદ છોડવા પર સ્વાતિ માલીવાલે કહ્યું કે જો તેમને મારી રાજ્યસભાની સીટ જોઈતી હોત, જો તેમણે પ્રેમથી માંગી હોત તો હું મારો જીવ આપી દેત, સાંસદ પદ છોડવું એ બહુ નાની વાત છે. જે રીતે તેમણે મારું અપમાન કર્યું, હવે કંઈ પણ થાય, હું રાજીનામું નહીં આપું.૧૩ મેના રોજ અપોઈન્ટમેન્ટ ન લેવાના આપના આરોપો પર આપ સાંસદ સ્વાતિ માલીવાલે કહ્યું કે જ્યારે પણ હું તેમના (અરવિંદ કેજરીવાલના) ઘરે ગઈ છું, ત્યારે મેં ક્યારેય એપોઈન્ટમેન્ટ લીધી નથી. જો તેમણે મને તે જ ક્ષણે બહાર જવાનું કહ્યું હોત, તો હું બહાર ચાલી ગઈ હોત. જો કોઈ વ્યક્તિ એપોઈન્ટમેન્ટ લઈને ન આવે, તો તમે તેને મારશો?

સ્વતંત્ર અને નિષ્પક્ષ પોલીસ તપાસ વિશે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના નિવેદન પર સ્વાતિ માલીવાલે કહ્યું કે તેઓએ કોર્ટની બહાર ટ્રાયલ ચલાવી અને મને દોષી ઠેરવી, આખો પક્ષ મને દોષિત ઠેરવવામાં વ્યસ્ત છે, તેઓ કેવી રીતે કહી શકે કે મુક્ત અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ? દરરોજ કોઈને કોઈ છેડછાડ કરેલા વીડિયો, કોઈ છેડછાડ કરેલા સીસીટીવી ફૂટેજ પોસ્ટ કરવામાં આવે છે, ક્યારેક તેઓ કહે છે કે હું ભાજપનો એજન્ટ છું, ક્યારેક તેઓ ચારિત્ર્ય પર સવાલ કરે છે, ક્યારેક તેઓ ધમકીઓ આપે છે. આવી સ્થિતિમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કેવી રીતે થશે?