દાઉદી વોહરા ટ્રસ્ટ અને પ્રોપર્ટીઝ અંગેની બધી અરજીઓ હાઇકોર્ટે ફગાવી

બોમ્બે હાઈકોર્ટે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના ઉત્તરાધિકારીને ૫૩માં દાઉદી તરીકે માન્ય રાખ્યા બાદ ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં ૭૫ જાહેર ટ્રસ્ટો અને દાઉદી બોહરા સમુદાયની ૨૬૧ વકફ મિલક્તોની ટ્રસ્ટીશીપ સંબંધિત વિવિધ અરજીઓ અને અપીલોનો નિકાલ કર્યો છે. બોહરા સમુદાયના ધામક વડા૨૦૧૪માં ૫૨માં દાઈ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીનના મૃત્યુ બાદ આ મિલક્તોની ટ્રસ્ટીશીપ અંગેનો વિવાદ હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ હતો. જન્નતશીન સૈયદનાએ તેમના પુત્ર મુફદ્દલ સૈફુદ્દીનને ધામક નેતૃત્વ સોંપ્યા પછી તેમના ભાઈ, ખુઝેમા કુત્બુદ્દીને ૫૩મા દાઈ હોવાનો દાવો કર્યો હતો.

૨૦૧૪માં, ખુઝેમા કુત્બુદ્દીને હાઇકોર્ટમાં આઠ અરજીઓ દાખલ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે અસંખ્ય ટ્રસ્ટો અને વક્ફ મિલક્તોમાં તેમના ભત્રીજા સૈયદના મુફદ્દલનું નામ ‘એકમાત્ર ટ્રસ્ટી’ તરીકે દાખલ કરીને અનેક સત્તાવાળાઓ  ચેરિટી કમિશનર તેમજ ગુજરાત વક્ફ બોર્ડ દ્વારા  દ્વારા કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જ્યારે અરજી દાખલ કરવામાં આવી ત્યારે હાઈકોર્ટે ૫૩મા સૈયદનાને વકફ પ્રોપર્ટીનો વહીવટ કરવા પર રોક લગાવી હતી.

ખુઝેમા કુત્બુદ્દીનનું યુ.એસ.માં માર્ચ ૨૦૧૬માં અવસાન થયું હતું અને તેમના પુત્ર, તાહેર ફખરુદ્દીન, પક્ષકાર તરીકે મુકદ્દમામાં જોડાવા માટે અહીંની હાઈકોર્ટમાં ગયા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમને તેમના પિતા દ્વારા ૫૪મા દાઈ જાહેર કરવામાં આવ્યા હતા અને સમુદાયના યોગ્ય અનુગામી અને વડા તરીકે, જ્યારે સમુદાયની મિલક્તના વહીવટનો અધિકાર નક્કી કરવાનો હોય ત્યારે તેમને સાંભળવું આવશ્યક છે. ઑક્ટોબર ૨૦૧૬માં, સિંગલ જજની બેન્ચે તાહેર ફખરુદ્દીનને તેના પિતા દ્વારા શરૂ કરાયેલી દાવાઓમાં જોડાવાની મંજૂરી આપી હતી. જેના કારણે મુફદ્દલ સૈફુદ્દીને ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી હતી.

મુકદ્દમાઓની બેંચની પેન્ડન્સી દરમિયાન, બોમ્બે હાઈકોર્ટે ૨૩ એપ્રિલના રોજ એક દાવોનો નિર્ણય કર્યો અને સમુદાયના ૫૩મા દાઈ તરીકે મુફદ્દલ સૈફુદ્દીનના ઉત્તરાધિકારને સમર્થન આપ્યું. આનાથી ડાઈના એડવોકેટોએ ગુજરાત હાઈકોર્ટને અપીલ અને અરજીઓનો નિકાલ કરવા વિનંતી કરી, કારણ કે તે નિષ્ક્રિય બની ગઈ છે.

જો કે, તાહેર ફખરુદ્દીનના વકીલે રજૂઆત કરી હતી કે તાહેર ફખરુદ્દીન બોમ્બે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માગે છે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલની આગેવાની હેઠળની બેન્ચે અપીલનો નિકાલ કરતાં કહ્યું હતું કે, “બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને ઉલટાવી દેવાના કિસ્સામાં, જેના આધારે અપીલ અને રિટ પિટિશનના આ જૂથનો નિર્ણય કરવામાં આવ્યો છે તો તે પક્ષકારો માટે ખુલ્લું રહેશે.