કાલોલમાં ટ્રક ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાઈ

કાલોલ,
કાલોલ શહેરના હાઈવે રોડ પર ટ્રક ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

કાલોલ શહેરના હાઈવે ઉપર એસ.બી.આઈ.બેંક શાખા પાસે એક ટ્રક ડિવાઈડરની રેલિંગ તોડીને વચ્ચે ધુસી ગયેલી હાલતમાં જોવા મળી હતી. કાલોલ શહેરમાંથી પસાર થઈ ગોધરા તરફથી આવતા વડોદરા તરફ જતી એક ટ્રક એસ.બી.આઈ.બેંક સામેથી પસાર થતાં સમયે આગળ એક ટે્રલર રસ્તામા ઉભુ હોવાથી ટ્રકને ઓવરટેક કરવા જતા સમયે ટ્રકના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક રોડની વચ્ચે આવેલા ડિવાઇડર તોડીને રેલિંગમાં અથડાઈ હતી. જો કે સદ્નસીબે આ અકસ્માતમાં કોઈને પણ જાનહાનિ થઈ ન હોય આબાદ બચાવ થતાં રાહતનો શ્ર્વાસ લીધો હતો.